National

યુપીના CM યોગી આદિત્યનાથને મળી જાનથી મારી નાંખવાની ધમકી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (UP) સીએમ (CM) યોગી આદિત્યનાથને (Yogi Adityanath) મારી નાંખવા માટેની ધમકી (Threat) મળી છે જેના કારણે પોલીસ (Police) સતર્ક થઈ ગઈ છે તેમજ તેઓની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ મામલામાં લખનૌના એક વ્યકિત સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમજ લખનૌ પોલીસે જ ધટના અંગેની જાણકારી આપી છે. ધમકી ડાયલ 112 પર વ્હોટ્સએપ મેસેજ દ્વારા આપવામાં આવી હતી. આ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે હું જ નજીકના સમયમાં જ સીએમ યોગીને મારી નાંખીશ. ‘112’ના ઓપરેશન કમાન્ડરે પોલીસ સ્ટેશન સુશાંત ગોલ્ફ સિટીમાં કેસ નોંધ્યો છે. સુશાંત ગોલ્ફ સિટીમાં IPCની કલમ 506 અને 507 અને IT એક્ટની કલમ 66 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

એક અઠવાડિયા પહેલા પણ તેઓને ફેસબુક દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી
જાણકારી મુજબ આ પહેલીવાર નથી જ્યારે સીએમ યોગી આદિત્યનાથને આ રીતે ધમકી આપવામાં આવી હોય. યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલાઓને કારણે તેમને ઘણી વખત ધમકી આપવામાં આવી છે. એક અઠવાડિયા પહેલા પણ તેઓને ફેસબુક દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ફેસબુક પોસ્ટ બાગપતના અમન રઝાની પ્રોફાઇલથી શેર કરવામાં આવી હતી, આ પોસ્ટમાં સીએમ યોગીને ગોળી મારી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી હતી.

કોચીનની મુલાકાત દરમિયાન વડાપ્રધાનને આત્મઘાતી બોમ્બ હુમલાની ધમકી મળી હતી
જણાવી દઈએ કે આ પહેલા દેશના પીએમ નરેન્દ્ર મોદીને પણ મારી નાખવાની ધમકી મળી હતી. ધમકી આપનારે 24 એપ્રિલે કોચીની નિર્ધારિત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મઘાતી બોમ્બ હુમલાની ધમકી આપતો પત્ર લખ્યો હતો.આ મામલે રવિવારના રોજ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ ઝેવિયર તરીકે થઈ છે. કેરળના બીજેપી ચીફ કે સુરેન્દ્રને શનિવારે કહ્યું હતું કે તેમને ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરા અંગેનો પત્ર મળ્યો હતો.

Most Popular

To Top