Top News

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો ચિંતાજનક મેસેજ, ‘આ અમારો છેલ્લો વીડિયો, અમને કંઈ થયું તો..’

સુમી(Sumy): રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં (War) ભારત સરકાર (Indian Government) છેલ્લા કેટલાક દિવસોથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકોને પરત લાવવાના તમામ પ્રયાસો કરી રહી છે. છેલ્લાં બે-ત્રણ દિવસમાં હજારો વિદ્યાર્થીઓ (Indian Student) યુક્રેનથી પરત ભારત ફર્યા છે. પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેનના યુદ્ધક્ષેત્રમાં ફસાયેલા છે. ખાસ કરીને ખાર્કિવ, કિવ અને સુમી જેવા શહેરોમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ હજુ સુધી નીકળી શક્યા નથી. આ વિદ્યાર્થીઓનો આરોપ છે કે ભારત સરકાર કે ભારતીય દૂતાવાસ (Indian Embassy) દ્વારા અમારા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ આજે એક વીડિયો (Video) શેર કરીને કહ્યું કે આ તેમનો છેલ્લો વીડિયો છે, જો તેમને કંઈ થશે તો તેની પાછળ ભારત સરકાર અને દૂતાવાસ જવાબદાર રહેશે.

યુક્રેનની સરહદે આવેલી સુમી શહેરની સ્ટેટ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા દસ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈનિકોએ યુક્રેનના ઘણા વિસ્તારોને નષ્ટ કરી દીધા છે અને હજુ પણ ઘણા શહેરો પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ હુમલામાં ઘણા નાગરિકોના મોત થયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં ભારતીયો પણ પોતાના વતન પરત ફરવાના પ્રયાસો કરી રહ્યા છે. ભારત સરકાર આ લોકોને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ઘણી જગ્યાએ ફસાયેલા ભારતીયોનું મનોબળ હવે તૂટી રહ્યું છે. આ ભારતીયોએ ભારત સરકાર દ્વારા તેમના પર ધ્યાન નહીં અપાઈ રહ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર સુમી સ્ટેટ યુનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધમાં ફસાઈ ગયા છે. આ વિદ્યાર્થીઓ વીડિયોમાં કહ્યું કે, આ તેમનો છેલ્લો વીડિયો છે. કારણ કે તેઓ 600 કિમી દૂર મેરિયુપોલ જઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે જો તેમને કંઈ થશે તો સરકાર અને ભારતીય દૂતાવાસ જવાબદાર રહેશે.

રશિયાએ બે શહેરોમાં યુદ્ધવિરામ જાહેર કર્યું
તમને જણાવી દઈએ કે રશિયાએ શનિવારે યુક્રેનમાં નાગરિકોને બહાર કાઢવા માટે માનવતાવાદી કોરિડોર ખોલવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. “આજે (5 માર્ચ) સવારે 10 વાગ્યે રશિયન પક્ષે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. માર્યુપોલ અને વોલ્નોવાખામાંથી નાગરિકોને બહાર કાઢવા માટે માનવતાવાદી કોરિડોર ખોલવામાં આવ્યા છે, સ્પુટનિક સમાચાર એજન્સીએ રશિયન સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું.

Most Popular

To Top