Entertainment

Bigg Boss Winner: હજારોની ભીડ વચ્ચે મુનાવર ફારુકીનો જાદુ છવાયો, ડોંગરીમાં ભવ્ય સ્વાગત

મુંબઈ: (Mumbai) ‘બિગ બોસ 17’ના (Bigg Boss 17) વિજેતા મુનાવર ફારૂકી સોશિયલ મીડિયા પર જબરજસ્ત ટ્રેન્ડ થઈ રહ્યો છે. તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકી આજે શો જીત્યા બાદ ડોંગરી સ્થિત પોતાના ઘરે પહોંચ્યો હતો જ્યાં તેને જોવા માટે હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી. આ ભવ્ય ઉજવણીનો વીડિયો પણ સામે આવ્યો છે.

‘બિગ બોસ’ની 17મી સીઝન વિવાદોથી ભરેલી હતી. મુનાવર ફારુકી જે સૌથી વિવાદાસ્પદ સ્પર્ધક હતો તેણે આ શો જીત્યો અને તેના જન્મદિવસ પર ‘બિગ બોસ’ ટ્રોફી ઉપાડનાર પ્રથમ સ્પર્ધક બન્યો. તેમના જન્મદિવસના ખાસ અવસર પર જનતાએ તેને વોટના રૂપમાં શ્રેષ્ઠ ભેટ આપી હતી. ઘણા આરોપો હોવા છતાં મુનવ્વરે બીબી હાઉસમાં પ્રેક્ષકોનું મનોરંજન કર્યું અને તેની મજબૂત ફેન ફોલોઇંગને કારણે શો જીતવામાં સફળ રહ્યો. શો જીત્યા બાદ હવે મુનાવર ફારુકી તેના ઘર ડોંગરી પહોંચ્યાો હતો જ્યાં હજારોની ભીડે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

જ્યારે મુનવ્વર ફારૂકી પોતાની કારમાં ડોંગરી પહોંચ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકોએ તેની કારને ઘેરી લીધી હતી. આ દરમિયાન ‘બિગ બોસ 17’ના વિનર પોતાની કારના સનરૂફમાંથી બહાર આવ્યો અને લોકોનું અભિવાદન કર્યું. તેણે તેના ચાહકોનો આભાર માન્યો હતો અને તે તેના ફોનથી લાઇવ કરતો જોવા મળ્યો હતો. ‘બિગ બોસ 17’ જીત્યા બાદ મુનાવર ફારૂકીની ફેન ફોલોઈંગમાં વધુ વધારો થયો છે. આ સાથે જ તેને લોકો તરફથી વધુ પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે.

‘બિગ બોસ 17’ની આ સીઝન રોમાંચ અને મનોરંજનથી ભરપૂર હતી. આ શોમાં ઘણા ઝઘડા અને વિવાદ જોવા મળ્યા હતા. મુનવ્વરની અંગત જિંદગીએ ન માત્ર ઘણી બધી બાબતોનો ખુલાસો કર્યો પરંતુ તેના પાત્ર પર અનેક કલંક પણ છોડી દીધા. આયેશા ખાને અનેક આરોપો લગાવ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે મુનવર ફારૂકીએ માત્ર તેને જ નહીં પરંતુ અન્ય ઘણી યુવતીઓને છેતર્યા છે. તે એક જ સમયે ઘણી છોકરીઓને ડેટ કરતો હતો. આ આરોપોને અવગણીને મુનાવર ફારુકી રમતમાં અડગ રહ્યો અને શો જીત્યો.

Most Popular

To Top