India

મહારાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે દુર્ઘટના

મહારાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પરંપરાગત ઉત્સાહ સાથે આયોજિત દહી-હાંડી ઉત્સવ દરમિયાન બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં સાત વર્ષના બાળક અને એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. આ ઉપરાંત, હવામાં લટકાવેલી માટીની મટકીઓ ફોડવા માટે માનવ પિરામિડ બનાવતી વખતે મુંબઈ અને પાડોશી શહેર થાણેમાં 130થી વધુ ‘ગોવિંદાઓ’ ઈજાગ્રસ્ત થયા છે.

મુંબઈના માલવણીના ચિકુવાડી સ્થિત એકતા વેલફેર સોસાયટી ખાતે બપોરે 3 વાગ્યાની આસપાસ દહી-હાંડી ફોડતી વખતે ઈંટોનો સ્તંભ ધસી પડ્યો હતો. જેના કાટમાળ નીચે દબાઈ જવાથી 7 વર્ષના રૂદ્ર કદમ નામના બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું.સાથે જ પુણે (પિંપરી ચિંચવડ): ઓલ્ડ સાંગવી વિસ્તારમાં રહેવાસી સલ્મા સલાઉદ્દીન પઠાણ નામની મહિલાનું શુક્રવારે રાત્રે દહી-હાંડી કાર્યક્રમ માટે લાઉડસ્પીકર મૂકવા ઊભા કરાયેલા અસ્થાયી લોખંડના માળખા (ફ્રેમ) નીચે દબાઈ જવાથી મોત થયું હતું.

Most Popular

To Top