ભારતના રોજગાર પરિદૃશ્યમાં વર્ષોથી નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે, જેના પરથી કયા ક્ષેત્રોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને રોજગાર પેટર્ન કેવી રીતે બદલાઈ છે તે જાણી શકાય છે. કેટલાક ક્ષેત્રોએ શ્રમ બજારને પરિવર્તિત કરી છે, જ્યારે અન્ય ક્ષેત્રો પાછળ રહી ગયા છે. આ બધુ જોતાં ભારતને વ્યાપક રોજગારલક્ષી ઔદ્યોગિક નીતિની તાત્કાલિક જરૂર છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક વૃદ્ધિ અને બેરોજગારી વચ્ચેનો સંબંધ જોઈએ તો GDPમાં ૧%નો વધારો રોજગારમાં ૦.૩૧ % નો વધારો કરે છે.
કોવિડ મહામારીમાં અર્થવ્યવસ્થામાં ઘટાડા પછી ૨૦૨૧માં વિકાસ દરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો અને બેરોજગારી દર ધીમે ધીમે ઘટ્યો, કામ કરી શકે એવી વસ્તીમાં સતત વધારો થયો છે. અંદાજો સૂચવે છે કે ૨૦૪૦ સુધીમાં તે ૬૪.૯% સુધી પહોંચશે. જો કે, એક મોટો પ્રશ્ન પણ ઊભો થાય છે: શું માંગને પહોંચી વળવા અને વધતાં જતાં કાર્યબળને સમાવવા આપણી પાસે પૂરતી નોકરીઓ છે? તાજેતરના વર્ષોમાં, ભારતમાં કૃષિ મુખ્ય રોજગારદાતા રહ્યું છે, પરંતુ ૨૦૨૧-૨૨થી ૨૦૨૩-૨૪ સુધી રોજગારમાં કૃષિનો હિસ્સો ઘટ્યો છે. આ જ સમયગાળા દરમિયાન, ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર શરૂઆતમાં ૨૦૨૧-૨૨થી ૨૦૨૨-૨૩ સુધી વધ્યો, પરંતુ ફરીથી ઘટ્યો છે. તેનાથી વિપરીત, સેવા ક્ષેત્રમાં ૨૦૨૧-૨૨થી ૨૦૨૩-૨૪ સુધી સ્થિર વૃદ્ધિ જોવા મળી છે.
છેલ્લા કેટલાંક વર્ષોથી ભારતમાં સરકારી સંસ્થાઓ પાસેથી ઉપલબ્ધ આંકડાઓની વિશ્વસનિયતા સામે ઘર આંગણે તેમ જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આંગળી ચિંધાવાનું શરૂ થયું છે. એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટીસિટી ઇન્ડેક્ષ, જે સાચા અર્થમાં રોજગારીમાં થતી વૃદ્ધિ માટે આધારભુત સરખામણી ગણી શકાય, તે નકારાત્મક છે એટલે નીચેના કોઠા ઉપર એક નજર નાખી દેવી જોઈએ. ઓબ્ઝર્વર રિપોર્ટ ફાઉન્ડેશન (ORF) દ્વારા એક અહેવાલ ‘ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ આઉટલુક ૨૦૩૦: નેવિગેટિંગ સેક્ટરલ ટ્રેન્ડ્સ એન્ડ કોમ્પિટન્સીઝ’ બહાર પાડવામાં આવ્યો હતો જે રોજગાર વૃદ્ધિને આગળ ધપાવવામાં સેવા ક્ષેત્રની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે. સેવાક્ષેત્રમાં રોજગારી ઊભી કરવા માટેની લાંબાગાળાની અને ટકાઉ મજબૂત તકો રહેલી છે.
સેવા ક્ષેત્રમાં ડિજિટલ સેવાઓ, નાણાકીય સેવાઓ, આરોગ્ય સંભાળ, આતિથ્ય, કન્ઝ્યૂમર રિટેઈલ, ઈ-કોમર્સ, નવીનીકરણીય ઉર્જા, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો અને MSME અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે, જેમાં રોજગાર વૃદ્ધિની ઊજળી તકો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯થી, ITમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, ઉપરાંત ફાઇનાન્સ અને બેંકિંગ ક્ષેત્રમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. બેંક ઓફ બરોડાના એક અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩માં સેવા ક્ષેત્રે સર્જાયેલી નવી નોકરીઓમાં IT, બેંકિંગ અને ફાઇનાન્સ સેગમેન્ટનો હિસ્સો લગભગ અડધો હતો. ૮.૧૨ મિલિયન નવી નોકરીઓમાંથી, આ ત્રણ સેવા ક્ષેત્રોએ ૩.૯૧ મિલિયન (૪૮.૨%) નોકરીઓ ઉત્પન્ન કરી.
ભારતની નવી ઔદ્યોગિક નીતિ સેવા ક્ષેત્રની વૃદ્ધિ સંભાવનાનો સંપૂર્ણ ઉપયોગ કરે એવી હોવી જોઈએ. ઉત્પાદન ક્ષેત્રે રોજગારીનું સર્જન કરવા માટે MSMEને પ્રોત્સાહન આપવું મહત્ત્વપૂર્ણ છે. ઉપરાંત પ્રવાસન, આતિથ્ય અને નાણાકીય સેવાઓ જેવા ઉચ્ચ-રોજગારની શક્યતાવાળા ક્ષેત્રોમાં વૃદ્ધિને વેગ આપવા માટે સરકાર અને ખાનગીક્ષેત્ર વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ‘ઇન્ડિયા એમ્પ્લોટમેન્ટ આઉટલુક-૨૦૩૦’ મુજબ ભારત જો પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવા માગતું હોય તો એ મજબૂત ખાનગી વપરાશ અને જાહે૨ રોકાણથી જ થઈ શકે. ભારત પાંચ ટ્રિલિયન ડૉલર ઇકોનોમી બને તો ૨૨ ટકા રોજગારી વધે અને તેમાં પણ સેવા ક્ષેત્રે સૌથી વધારે રોજગારી આપનાર ક્ષેત્ર પુરવાર થાય.
અત્યારે સરકાર સામેનો સૌથી મોટો પડકાર બેકારી નિવારણનો છે. કોઈ પણ અપવાદ વગર દરેક પક્ષ યુવાનોને નોકરી આપવાના મધઝરતાં વચનો આપે છે. આપણે બેરોજગારીની ચર્ચા કરીએ ત્યારે અન્ડર એમ્પ્લોયમેન્ટની વાત નથી કરતાં. એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ તલાટીની પોસ્ટ માટે અરજી કરે અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બૅન્કમાં કે અન્યત્ર પટાવાળા માટે અરજી કરે એ પ્રકારની નોકરી એને લાયક નોકરી નથી એટલે અન્ડર એમ્પ્લોટમેન્ટ કહેવાય. આમ, ભારતીય યુવાનોને લાગે-વળગે છે ત્યાં સુધી બેરોજગારીની સાથોસાથ અન્ડર એમ્પ્લોયમેન્ટ પણ સળગતી સમસ્યા છે. આપણે જ્ઞાનના યુગમાં જીવી રહ્યા છીએ. એલ્વીન ટૉફલરે કહ્યું છે કે જ્ઞાન એ જ શક્તિ હશે અને હવેના સમયમાં જેની પાસે જ્ઞાન હશે તે સૌથી શક્તિશાળી બનશે. આ જ્ઞાન શિક્ષણ સાથે જોડાયેલું છે અને શિક્ષણની ગુણવત્તા ઉપર જ્ઞાન આધારિત સમાજ એટલે કે ‘નૉલેજ સોસાયટી’ અવલંબે છે.
આજે આપણે યુવા બેકારો અને તેમને માટે કરવામાં આવતા અધકચરા ઉપાયની બિનસંવેદશીલ અને સમજ વગરની વ્યવસ્થામાંથી પસાર થઈ રહ્યા છીએ. આ પ્રશ્ન માત્ર બીમારી નહીં પણ જીવલેણ બીમારી બની ચૂક્યો છે ત્યારે પૂરતો વિચાર કર્યા વગર નાના-મોટા શોર્ટકટ શોધીને આજનું મોત આવતીકાલ પણ ધકેલવાની કેન્દ્ર કે રાજ્ય સરકારોની લોકરંજક નીતિઓ એક એવી વિસ્ફોટક પરિસ્થિતિ તરફ આ દેશને લઈ જઈ રહી છે કે જ્યાં આપણે આજની શિક્ષણ વ્યવસ્થા થકી નોકરી ન આપી શકાય તેવા અધકચરા માલને શિક્ષણ સંસ્થાઓ અને યુનિ. કારખાનાઓમાંથી બજારમાં ઠાલવીએ છીએ. એમની આંખમાં દરેક ચૂંટણી વખતે, દરેક રાજકીય પક્ષ ગુલાબી સપનાં આંજવાનું કામ કરે છે. તે સપનાં હજુ પૂરેપૂરા તૂટ્યાં નથી. હજુ પણ આ યુવાધન આશાના આછા-પાતળા તાંતણે સ્વર્ણિમ સૂર્યોદય થવાની રાહ જોઈ રહ્યું છે.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.