Charchapatra

‘સ્ત્રી’ અર્ધાંગિની છે પણ મા-બહેન, દિકરી અને ભાભી છે

કોઇનું પદ, પદવી, પ્રતિષ્ઠા, વિદ્વત્તા, કલા, સેવા, બળ, કૌશલ, શરીર સૌષ્ઠવ વગેરે જોઇને માણસ માણસ તરફે આકર્ષાય છે અને એ આકર્ષણ સ્વાભાવિક છે અને સંબંધીત લોકોએ પરિશ્રમ અને અભ્યાસ કરીને તેમની શ્રેષ્ઠતા પામી છે. સ્ત્રી પુરુષોના સરખામણિની બહુ ચર્ચા ચાલે છે. તે યોગ્ય છે કારણ અનેક પુરુષ ક્ષેત્રમાં સ્ત્રીએ ઉત્તમ સ્થાન મેળવ્યું છે અને ઉત્તરોત્તર સ્ત્રી પ્રગતીના પંથે છે એ સમાજ ઉત્થાનનો વિષય છે. સાગભાજી લેવા નીકળેલી યુવતી મેકપ કરીને પારદર્શક કપડા પહેરીને શરીરના મહત્વના અંગોને પ્રદર્શનીય બનાવીને કોથમીર બટાકા લેવા આવે છે અને બજારની ગીરદીમાં અનુચિત પ્રકાર બની જાય છે તો તે અભાગી સ્ત્રીને પોતાને સાચવવાનું ભારે પડે છે.

અપુરતા વસ્ત્રો પરિધાન કરવાથી તે સ્ત્રી અસમર્થ બને છે. આકર્ષક બનવા માટે પહેરેલા વસ્ત્રો જ એની દુર્ગતીના કારણ બને છે. ભારતીય સંસ્કૃતિએ માન્ય કરેલો સ્ત્રીઓ પોષાક સર્વશ્રેષ્ઠ છે, ઉપકારક છે, ઉપયોગીઅ ને સુરક્ષારૂપ છે. ભારતના ચારે દિશાઓની પ્રાન્તની નારી પોતાના શરીરના અંગોઉપાંગોને ગળાથી લઇ પગ સુધી ઢાંકીને રાખનારા કપડા ઉપયોગમાં લેનારી છે. પાંચ કે નવ વારની સાડી એના પહેરવેશના મુખ્ય અંગ છે. ચોળી કે ઝભલાથી તે ગળાથી પેટ સુધીના અવયવોને સુરક્ષિત રાખે છે. પાલવથી માથું ઢાંકી લે ને સલવાર કુરતા અને ઓઢણી ઓઢીને તે સ્ત્રીત્વને સંભાળી લેનારી છે.

ભરપૂર વાળની વેણી ગુંથીને કે અંબોડો બાંધી ફૂલોથી સજાવનારી છે તે મા-પત્ની બેન અને દીકરીના રૂપને શોભે એવો જ પોષાક કરનારી છે. આજે કેસ કર્તનાલયમાં જઇને વાચકાપનારી, છૂટાવાળ રાખી ઓફીસમાં અને રસ્તા પર ચાલનારી, કપાળે ચાંદલો ન કરનારી, સેથામાં સિન્દુર ન ભરનારી, કાનમાં કુંડળ, નાકમાં નથની, ગળામાં મંગલમાળા ન પહેરનારી કંગનનો ત્યાગ કરનારી, પગમાં ઝાંઝર ન પહેરનારી સ્ત્રી, નારી, યુવતી જોવા મળે છે. પુરુષોનો પોષાક તો ઠીક પણ અર્ધેથી પણ અર્ધી ચડ્ડી જ ઉપયોગમાં લેનારી બહેનો નજરે પડે છે. હવે સ્ત્રીએ જ સંસ્કૃતિને શોભે એવો પોષાક રાખે તો આપણી સભ્યતા કહેવાશે.
સુરત     – બાળકૃષ્ણ વડનેરે -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સંસદમાં ધમાલ અને સરકારી નાણાંનો વેડફાટ
સુરત : તાજેતરનાં સમાચાર મુજબ હમણાંના સંસદીયસત્ર દરમ્યાન છેલ્લાં પાંચ દિવસમાં દેશની સંસદ (લોકસભા અને રાજ્યસભા ભેગા) ફક્ત 97 મિનિટ ચાલી છે. (ખાસ કરીને સત્તાપક્ષના સાંસદોની ધમાલના કારણે) તેમાં કોઈ જ ફળદાયી કામગીરી ન થતાં સરકારી તિજોરીના (અને પરોક્ષ રીતે દેશનાં કરદાતાના) 50 કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયાં છે. ! આ જોતાં, દેશમાં તાજેતરનાં સમયમાં કેટલાક રાજ્યોમાં ચાલેલા ટ્રેન્ડ મુજબ જો કોઈ આંદોલનકારીઓ સરકારી માલમિલકતને નુકશાન પહોંચાડે છે તો તેમની પાસે તે નુકશાનની ભરપાઈ કરાવવામાં આવે છે અથવા તેમની અંગત મિલકત ખાલસા કરવામાં આવે છે, આજ લાઈન પર સંસદ પર થયેલ ઉપરોક્ત સરકારી નાણાંનો વેડફાટ ધમાલ કરનાર સાંસદો અને ગૃહના સ્પીકર (સાંસદોને અંકુશમાં ન રાખવા બદલ) પાસેથી વસુલાવો જોઈએ ! સાંસદો દ્વારા આ પ્રકારની ગેરવર્તણુક અને સરકારી નાણાંનો વેડફાટ કોઈ રીતે સહ્ય ન લેખી શકાય.
નવસારી  – કમલેશ મોદી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top