Madhya Gujarat

લવ જેહાદનો શિકાર બનતી યુવતી લોકલાજે વાતને દબાવી દે છે

આણંદ : આણંદના રાજશિવાલય ખાતે પ્રથમ બે સપ્તાહ સુધી તમામ 51 શો બુક કરી લવજેહાદ જેવા દુષણ સામે જાગૃતિ ફેલાવતી ફિલ્મ ધ કન્વર્જન કુલ 15 હજાર બહેનો – દીકરીઓ અને માતાઓને બતાવવામાં આવી રહી હતી. આ અંગે કમ્ફીના કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે, અનેક યુવતી લવજેહાદનો ભોગ બને છે, પરંતુ લોકલાજે તેમની વાત બહાર આવતી નથી. ચરોતરમાં અનેક લવજેહાદના કિસ્સા બનતા હોય છે. પરંતુ માતા-પિતા તેની સામે ફરીયાદ કરવાની જગ્યાએ દિકરીને શોધીને પાછી લાવવા પ્રયત્ન કરતા હોય છે.

સમાજમાં આબરુ જવાના ડરે માતા-પિતા વાતને દબાવી દેતા હોય છે. જેના પરીણામે લગ્ન બાદ જ્યારે આવી યુવતીને તરછોડી દેવામાં આવે છે ત્યારે પરીવાર તેને સ્વીકારતો નથી. જેના કારણે તેણી પાસે આપઘાત અથવા રેડ લાઈટ એરીયા એમ બે વિક્લ્પ બચે છે. આ દુષણમાં સગીરા વધુ ફસાતી હોય છે. આથી યુવાપેઢીમાં આ વિષય અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી ધ કન્વર્જન ફિલ્મ બનાવામાં આવી છે. આ ફિલ્મ આણંદની દરેક મહિલા જોઈ શકે તે માટે ઉત્તિષ્ઠ ભારત અને સનાતન સારથી ગ્રુપ દ્વારા વિવિધ સંગઠનોને સાથે જોડી પ્રથમ બે સપ્તાહ સુધી બતાવવામાં આવી હતી. જેમાં એનજીઓ, શાળાઓ, ગર્લ્સ હોસ્ટેલ અને અન્ય લોકો આ ફિલ્મ જોઈ હતી. આણંદ શહેરમાં ઉત્તિષ્ઠ ભારત તથા સનાતન સારથી ગ્રુપ દ્વારા ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો પણ યોજ્યો હતો.

Most Popular

To Top