Surat Main

સુરતના વિદ્યાર્થીએ કહ્યું- મુશ્કેલ સમયે સંતાવા માટે યુક્રેન સરકારે આપ્યો છે ‘બંકર’નો નકશો

ટર્નોપિલ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. રશિયાએ યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ યુક્રેનનાં શહેરો પર રશિયાએ હુમલો કરી દીધો હતો. હુમલાના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ હુમલાના ૩૦૦થી વધુ લોકો મોતને ભેટી ગયા છે. યુદ્ધની પરિસ્થિતિનાં નિર્માણ બાદ યુક્રેનમાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. મિસાઈલ હુમલાનાં પગલે યુક્રેનના 9 નાગરિકો મોતને ભેટી ગયા છે. યુદ્ધના પગલે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લેવા ગયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પરત ફરી છે. જેના પગલે વિદ્યાર્થીઓ યુક્રેનમાં જ ફસાઈ ગયા છે. જેમાં સુરતનો એક કાપડ વેપારીનો પુત્ર પણ યુક્રેનમાં ફસાઈ ગયો છે. જેને લઈને પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. દીકરાને ઇન્ડિયા પરત લાવવા માટે ટીકીટ બુક કરાવવાના હતા તે પહેલા જ યુદ્ધ શરુ થઇ ગયું હતું. જેના કારણે ફ્લાઈટ રદ થતા ફસાઈ ગયા છે. જો કે આ વિદ્યાર્થી સાથે સુરતના અન્ય 2 વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં ફસાયા છે.

રશિયાએ ગુરુવારે યુદ્ધની જાહેરાત કરી છે અને યુક્રેનની રાજધાની કિવ સહિત ૧૧ શહેરો પર મિસાઈલો છોડી દીધી છે. જેના કારણે ૯ નાગરીકો મોતને ભેટ્યા છે. યુદ્ધની સ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. યુદ્ધનું સાયરન વાગતા લોકો કિવ શહેર છોડીને ભાગવા લાગ્યા છે. આ પરિસ્થિતિમાં ભારતના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમાં સુરતનો વિદ્યાર્થી પણ ફસાયો છે. સુરતના મોટા વરાછા યોગીચોક વિસ્તારમાં રહેતો મૌલિક પેથાણી નામનો વિદ્યાર્થી છેલ્લા ૪ વર્ષથી યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરે છે. યુદ્ધ ફાટી નીકળતા તેઓ યુક્રેનની ટર્નોપિલ સિટીમાં ફસાયા છે. યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થતા દેશવ્યાપી ઈમર્જન્સીની સ્થિતિ જાહેર કરી દેવામાં આવી હતી. જેના પગલે તેઓ એક રૂમમાં કેદ થઇ ગયા છે. મૌલિકે જણાવ્યું હતું કે, હાલ તેઓ ટર્નોપિલ સિટીમાં છે. અહિયાં હાલમાં સ્થિતિ કાબુમાં છે. જો કે લોકોને ઘરની બહાર નીકળવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. અ ઉપરાંત તેઓને યુક્રેન સરકાર દ્વારા બંકરનો નકશો આપવામાં આવ્yo છે. હુમલો થાય તો બંકરમાં છૂપાવા આદેશ કર્યો છે. તેનો સાથે ભારતીય એમ્બેસી સતત સંપર્કમાં છે. પરંતુ ઈન્ડિયા પરત કેવી રીતે જઈ શકાશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઇ શકી નથી.

  • સુરતના યોગીચોકનો યુવક મૌલિક પૈથાણી યુક્રેનમાં ફસાયો
  • 4 વર્ષથી યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરતા મૌલિક સાથે સુરતના અન્ય બે વિદ્યાર્થી પણ ફસાયા
  • યુક્રેનની ટર્નોપિલ સિટીમાં ફસાયા છે, ઈમરજન્સી લાગુ કરાતા રૂમમાં કેદ થયા
  • યુક્રેન સરકારે બંકરના મેપ વિદ્યાર્થીઓને આપ્યા, હુમલો થાય તો બંકરમાં છૂપાવા આદેશ
  • ભારતીય એમ્બેસી સતત સંપર્કમાં, પરંતુ ઈન્ડિયા પરત કેવી રીતે જઈ શકાશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં
  • યુક્રેનમાં હાલમાં ગુજરાતના અંદાજે 150 વિદ્યાર્થી ફસાયા છે: મૌલિક પૈથાણી

દીકરા માટે ફ્લાઈટ બુક કરીએ તે પહેલા જ યુદ્ધ થયું : મૌલિકના પિતા
મૌલિક પૈથાણી સુરતના કાપડના વ્યવસાયી ભરત પૈથાણીનો દીકરો છે. ભરત પૈથાણીએ કહ્યું, 4 માર્ચની ટિકીટ બુક કરાવવાના હતા, તે પહેલાં યુદ્ધ થઇ ગયું છે. જેથી દીકરો ત્યાં ફસાઈ ગયો છે. મૌલિક સાથે 15 દિવસ પહેલાં જ વાત થઈ હતી, ત્યારે શાંતિનો માહોલ હોવાનું જણાવ્યું હતું. જો કે ત્યારબાદ યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ ઉદ્દભવતા મૌલિકે બે દિવસ પહેલાં જ ભારત આવવાની તૈયારી બતાવી હતી. હવે યુદ્ધ શરુ થતા દીકરો યુક્રેનમાં હોવાથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે.

ગુજરાતના 1500 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા
મૌલિકની સાથે સુરતના અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં ફસાયા છે. તેમજ સમગ્ર ગુજરાતના 1500 વિદ્યાર્થીઓ ફસાયા છે. આજે ઘણા વિદ્યાર્થીઓની ભારત આવવાની ફ્લાઈટ હતી. જેથી તેઓ ટર્નોપિલથી યુક્રેનની રાજધાની કિવ ગયા હતા. જો કે કિવ પર મિસાઈલ હુમલો થતા ત્યાં એરપોર્ટ બંધ કરાવી દેવામાં આવ્યું હતું. જેના પગલે ફ્લાઈટ કેન્સલ થઇ હતી. ફ્લાઈટ કેન્સલ થતા વિદ્યાર્થીઓને ફરી પોતાના શહેરમાં જવા આહવાન કરવામાં આવ્યું હતું.

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લાવવા માટે મિશન
યુક્રેનમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થતા ભારતથી અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે મિશન શરુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મંગળવારે એર ઇન્ડિયાનું વિમાન કીવથી 242 ભારતીયોને પરત લઇને આવ્યું હતું. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સામેલ હતા. જો કે ત્યારબાદ ફરી બે ફ્લાઈટ યુક્રેન જવાની હતી. કે પૈકી એક ફ્લાઈટ આજે સવારે દિલ્હીથી એર ઇન્ડિયાની એક ફ્લાઈટ યુક્રેન પહોચે તે પહેલા જ હુમલો શરુ થઇ ગયો હતો. રશિયાએ ઉત્તર-પૂર્વી યૂક્રેનની ઉપર હવાઇ ક્ષેત્રમાં નાગરિક હવાઇ અવરજવર પર પ્રતિબંધ લગાવવા માટે એક NOTAM (notice to airmen) જાહેર કર્યું છે. જેથી યૂક્રેને ઉડાનોની સુરક્ષા માટે વધારે જોખમના કારણે નાગરિક હવાઇ ઉડાનો માટે પોતાના હવાઇ ક્ષેત્રને બંધ કરવાની નોટિસ જાહેર કરી હતી. આ વિશેની જાણકારી મળતા વિમાન અડધા રસ્તેથી પરત ફર્યું છે.

Most Popular

To Top