Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 14605 કેસ સામે મૃત્યુ આંકમાં સતત વધારો,173ના મોત

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 14,605 પર પહોંચી ગઈ છે. શુક્રવારે એક જ દિવસમાં અમદાવાદ મનપામાં 23 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યુ 173 થયાં છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 7183 થયો છે.શુક્રવારે થયેલાં મૃત્યુમાં અમદાવાદ મનપામાં 23, સુરત મનપામાં 16, સુરત ગ્રામ્યમાં 7, વડોદરા મનપામાં 11, વડોદરા ગ્રામ્યમાં 6, રાજકોટ મનપામાં 14, જામનગર મનપામાં 9, જામનગર ગ્રામ્યમાં 8, ભાવનગર મનપા અને ગ્રામ્યમાં 5- 5, ગાંધીનગર મનપા 2, જૂનાગઢ મનપા-મહેસાણામાં 3-3, સાબરકાંઠામાં 9, સુરેન્દ્રનગર 7 સહિત કુલ 173 દર્દીએ જીવ ગુમાવ્યા છે.

બીજી તરફ શુક્રવારે 10,180 દર્દી સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,18,548 દર્દી સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર ઘટીને 73.72 ટકા થયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન શુક્રવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 5391, સુરત મનપામાં 1737, વડોદરા મનપામાં 654, રાજકોટ મનપામાં 621, ભાવનગર મનપામાં 300, ગાંધીનગર મનપામાં 169, જામનગર મનપામાં 396 અને જૂનાગઢ મનપામાં 138 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 274, ભરૂચમાં 133, નર્મદામાં 118, નવસારીમાં 142, વલસાડમાં 126 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,42,046માં વેન્ટિલેટર ઉપર 613 અને 1,41,433 દર્દી સ્ટેબલ છે.


પ્રથમ ડોઝનું અને 23,92,499 વ્યક્તિના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,20,87,266 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. શુક્રવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષથી 60 વર્ષના કુલ 53,216 વ્યક્તિનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 94,377 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Most Popular

To Top