Dakshin Gujarat

સુરત: ઓલપાડનાં દિહેણ ગામનાં મંત્રીનું ડેન્ગ્યુંથી મોત

સુરત: ચોમાસા(Monsoon)ની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગચાળાનો ફેલાવો વધી ગયો છે. ખાસ કરીને સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. મેલેરીયા, ઝાડા ઉલટી, કોલેરા, ડેન્ગ્યુ(Dengue)ના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઈ રહ્યા છે. ત્યારે ઓલપાડ(Olpad) તાલુકાના દિહેણ(Dihen) ગામના તલાટી કમ મંત્રી(Talati cum Minister)નું ડેન્ગ્યુની બીમારીમાં મોત(Death) થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

પાણીજન્ય રોગચાળો કાબુ લેવામાં જીલ્લા આરોગ્ય તંત્ર નિષ્ફળ
સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાં લેવા માટે આરોગ્ય શાખા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ઉપરાંત ફોગિગ વિગેરેની પણ વેગવાન બનાવવામાં આવી છે પરંતુ સુરત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉલટી ગંગા વહી રહી હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. રોગચાળો ફેલાયો હોવા છતાં જિલ્લા આરોગ્ય વિભાગ હજુ આળસ મરોડી હોય તેમ જણાતું નથી. જુલાઈ માસમાં આરોગ્ય વિભાગના ચોપડે મેલેરિયાના 32 કેસ, ડેન્ગ્યુના 7 કેસ, ઉપરાંત ઝાડા ઉલટીના 904 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આ કેસ તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા છે પરંતુ સરકારી ચોપડે ન નોંધાયા હોય તેવા કેસો તો અસંખ્ય હશે ..! છતાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ પાણીજન્ય રોગચાળો કાબુમાં લેવા માટે નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. કારણ કે આજ પાણીજન્ય રોગચાળો એક મંત્રીને ભરખી ગયો છે.

દિહેણ ગામનાં તલાટી કમ મંત્રીનું મોત
ઓલપાડ તાલુકાના દિહેણ ગામે તલાટી કમ મંત્રી તરીકે છેલ્લા છ માસથી ફરજ બજાવતા પરેશભાઈ કાચરીયા (પ્રજાપતિ) પાંચ દિવસથી ડેન્ગ્યુની બીમારીમાં સપડાયા હતા. તેઓને સારવાર માટે વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા દરમ્યાન સુત્રોના જણાવ્યા મુજબ ડેન્ગ્યુની બીમારીમાં તલાટી કમ મંત્રીનું આજરોજ વહેલી સવારે મોત નીપજ્યું હતું. મૃતક પરેશભાઈ કાચરીયાના નિધનથી તેમના પરિવારના બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અત્રે નોંધનીય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાયરલ બીમારીથી બચવા લોકોને અવારનવાર સાવધ રહેવા અપીલ કરતી હોય છે. પરંતુ યોગ્ય કામગીરી કરાતી નથી અને પાણીજન્ય રોગચાળો ગ્રામ્ય વિસ્તારમાં ઘર કરી રહ્યો છે.

મચ્છરોને દુર કરવાની કામગીરી ન કરાતી હોવાની ફરિયાદ
જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા પલસાણા, કિમ, સાયણ, કોસંબા સહિતના વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયેલા ખાબોચિયાઓમાં પોરાનાશક કામગીરી, ઘરોમાં ફોગીંગની કામગીરી, તેમજ મચ્છરોની ઘનતાવાળા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન મશીનથી ફોગીંગની કામગીરીની જવાબદારી આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ પંચાયતના શિરે ઢોળી દેવામાં આવે છે આ ઉપરાંત મચ્છરોની ઉત્પત્તિ રોકવા ચોક્કસ સ્થળો પર નિયમિત ચેકિંગ કરવામાં આવતું નથી કે પછી નોટિસો પણ ફટકારવામાં આવતી નથી. ઉપરાંત ઘરના આંગણા, ઘરમાં સ્વચ્છતા રાખવા ખાડા ખાબોચિયાઓમાં જમા થયેલ પાણીમાં બળેલું ઓઇલ નાખવા અને ત્યાં સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતતા દાખવવામાં આવતી ન હોવાની ફરિયાદ ઉઠી છે. જેથી ચોમાસાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો વધુ વકરી રહ્યા છે જેથી મચ્છરોની ઉત્પત્તિ ન થાય તેવા પગલા લેવા લોકમાંગ ઉઠવા પામી છે.

Most Popular

To Top