SURAT

ગામ રહેતા યુવકની સુરતની જમીન બોગસ દસ્તાવેજો બનાવી ત્રણ જણાને વેચી દીધી

સુરત: અગાઉ શહેરના રાંદેર (rander) વિસ્તારમાં રહેતા અને વર્ષ-2014થી વતન બનાસકાંઠા રહેવા જતા રહેલા યુવકની મિલકત તેના પડોશી 80 વર્ષીય વૃદ્ધ જમીન દલાલે (land broker) અન્ય એક જમીન દલાલની સાઠગાંઠમાં બોગસ દસ્તાવેજો (duplicate document) બનાવી બારોબાર એક પછી એક ત્રણ જણાને વેચી દીધી હતી. ભરતભાઈને આ અંગે જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા કોદરામ ગામમાં રહેતા 48 વર્ષીય ભરતભાઈ જયંતrલાલ ભાવસારે રાંદેર પોલીસ સ્ટેશનમાં જમીન દલાલ હિરેન રતિલાલ જરીવાલા (રહે.,34, સમર્પણ સોસાયટી, ન્યૂ રાંદેર, સુરત) તથા કિશનભાઇ છગનભાઇ દીક્ષિત (રહે.,39, શ્રી સાંઈબાબા શ્રદ્ધાનગર સોસાયટી, સુરત)ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ભરતભાઈ અગાઉ સુરતમાં રાંદેર વિસ્તારમાં શ્રી સાંઈબાબા શ્રદ્ધાનગર સોસાયટી, મકાન નં-40 વાળું મકાન આવેલું છે.

વર્ષ-2014માં બનાસકાંઠા ખાતે તેમના પિતાનું અવસાન થતાં તેમણે વતન પિતાનો કોન્ટ્રાક્ટરનો ધંધો સંભાળી લીધો હતો. આ દરમિયાન તેમણે ક્યારેય મકાન વેચાણ કર્યું નથી કે, કોઇને કબજા રસીદ કે વેચાણ કરાર અને વેચાણ દસ્તાવેજ કરી આપ્યું નથી. તેમ છતાં ભરતભાઈની જાણ બહાર કિશનભાઇ છગનભાઇ દીક્ષિત તથા હિરેન રતિલાલ જરીવાલાએ સાથે મળી ખોટા અને બોગસ લાઇસન્સ અને આધારકાર્ડ બનાવ્યાં હતાં. આ બોગસ પુરાવાઓ સાચા તરીકે સબ રજિસ્ટ્રાર અઠવા કચેરીમાં રજૂ કરાયા હતા. તથા સુરત મહાનગર પાલિકાની કચેરી રાંદેર સુરત ખાતે પણ ઝેરોક્ષ રજૂ કરી, ખોટા અને બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા.

પડોશમાં રહેતા કિશનભાઇ છગનભાઇ દીક્ષિત સાથે ભૂતકાળમાં નાણાં બાબતનાં લખાણ થયાં હતાં. દરમિયાન ભરતભાઈએ કાગળ ઉપર કરેલી સહીઓના નમૂના લઈ લખાણમાં અન્ય કોઇના ડ્રાઇવિંગ લાઇસન્સ ભરતભાઈનું ખોટું નામ-સરનામું લખી તેમજ એક ખોટું આધારકાર્ડ બનાવ્યું હતું. બોગસ પુરાવાઓને આધાર બનાવી દસ્તાવેજ કરી લેવાયો હતો. ત્યારબાદ એક પછી એક ત્રણ જણાએ આ મિલકત વેચાણ દસ્તાવેજ કરી હતી. ભરતભાઈએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે હિરેનની અટકાયત કરી છે. જ્યારે કિશનભાઈની ઉંમર 80 વર્ષ હોવાથી તેમના કોવિડ ટેસ્ટ કર્યા બાદ અટકાયત કરાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top