National

સખત મહેનતનો કોઇ વિકલ્પ નથી: એક ચોકીદાર જે હવે IIM પ્રોફેસર બન્યો

ચોકીદારથી લઇ ખ્યાતનામ સંસ્થા આઈઆઈટી ( IIT ) ના સ્નાતક અને હવે રાંચીના આઈઆઈએમના સહાયક પ્રોફેસર સુધીની 28 વર્ષીય રણજીત રામચંદ્રનની યાત્રા ઘણાને જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડવાની દરેકને પ્રેરણા આપે છે. તેમની ફેસબુક પોસ્ટ ( FACEBOOK POST ) માં લખવામાં આવ્યું છે કે, ‘અહીં આઈઆઈએમ પ્રોફેસરનો જન્મ થયો હતો.’ આ પોસ્ટની નીચે તૂટેલી ઝૂંપડીનો ફોટો છે, વરસાદના દિવસોમાં એમાંથી પાણી ટપકતું હતું .

9 એપ્રિલે તેમની પ્રેરણાદાયી પોસ્ટ સોશિયલ મીડિયા પર આવી હતી અને તેમને 40,000 લાઈક્સ મળી હતી. તે પોસ્ટમાં તેમણે સંઘર્ષની વાર્તા કહી છે. કેરળના નાણાં પ્રધાન ટી.એમ. થોમસ ઇસાકે ફેસબુક પર રામચંદ્રનને અભિનંદન આપતા કહ્યું હતું કે તે દરેક માટે પ્રેરણા છે. તે સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA ) પર ‘રણજીથ આર પનાથુર’ ( Ranjith R Panathur ) તરીકે ઓળખાય છે.

રામચંદ્રને જ્યારે પાયસ ટેન્થ કોલેજમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી, ત્યારે તે કાસારગોદના પાનાથુરમાં બીએસએનએલ ટેલિફોન એક્સચેંજમાં ચોકીદાર તરીકે કામ કરતો હતો. તેમણે લખ્યું, ‘હું દિવસ દરમિયાન કોલેજમાં જતો અને રાત્રે ટેલિફોન એક્સચેંજમાં કામ કરતો.’

સ્નાતક થયા પછી, તેમને આઈઆઈટી મદ્રાસમાં પ્રવેશ મળ્યો, પરંતુ તેમને માત્ર મલયાલમ ભાષા જ આવડતી હોવાને કારણે તેને મુશ્કેલીઓ આવી હતી . હતાશ થઈને તેણે પીએચડી છોડી દેવાનું નક્કી કર્યું પરંતુ તેમના માર્ગદર્શિક સુભાષે તેમને તેમ ન કરવાકહ્યું . તેમણે લખ્યું, ‘મેં સંઘર્ષ કર્યો અને મારું સ્વપ્ન પૂર્ણ કરવા માટે કટિબદ્ધ હતો’ અને તેણે ગયા વર્ષે જ પીએચડી પૂર્ણ કર્યું. છેલ્લા બે મહિનાથી તે બેંગલોરની ક્રાઈસ્ટ યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર હતા.

માતા રોજિંદા વેતનનું કામ કરે છે
તેમણે પત્રકારોને કહ્યું, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ પોસ્ટ લોકોને આટલી ગમશે . મેં મારા જીવનની વાર્તાને આ આશા સાથે પોસ્ટ કરી કે તે કેટલાક અન્ય લોકોને પ્રેરણા આપશે. હું ઇચ્છું છું કે દરેકને સારું સ્વપ્ન હોય અને તે મેળવવા માટે તે સંઘર્ષ કરે. ”રામચંદ્રને કહ્યું કે નાણાકીય મુશ્કેલીઓનાં કારણે તેમણે લગભગ એક વાર શાળા છોડી દીધી હતી . તેમના પિતા ટેલર છે અને માતા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનામાં દૈનિક વેતનમાં મજૂરી કરે છે.

Most Popular

To Top