National

રાફેલ સોદામાં ભારતીય વચેટિયાને 1 મિલિયન યુરો ભેટ અપાયા હતા : ફ્રેન્ચ રિપોર્ટ

ફ્રાન્સના એક પ્રકાશન(FRENCH PUBLICATION)માં દાવો કરવામાં આવ્યો છે કે રાફેલ (RAFAEL) બનાવનાર ફ્રેન્ચ કંપની દસોને ભારતમાં વચેટિયાને દાનમાં એક મિલિયન યુરો ‘ભેટ તરીકે’ ચૂકવવા પડ્યા હતા. ફ્રેન્ચ મીડિયા(FRENCH MEDIA)ના આ ખુલાસા પછી બંને દેશોમાં રાફેલના સોદા અંગે ફરીથી સવાલો ઉભા થઈ રહ્યા છે.

રાફેલ વિમાન સોદા અંગેના ફ્રેન્ચ અહેવાલમાં ભ્રષ્ટાચાર(CORRUPTION)ના દાવાને કારણે બંને દેશોમાં ફરી એક હંગામો ઉભો થયો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ફાઇટર જેટ સોદામાં ફરી એકવાર ભ્રષ્ટાચારની માહિતી બહાર આવી છે. ફ્રાન્સના પ્રકાશન ‘મીડિયાપાર્ટે’ એક અહેવાલમાં દાવો કર્યો છે કે વર્ષ 2016 માં જ્યારે રાફેલ લડાકુ વિમાન (FIGHTER PLANE) પર ભારત-ફ્રેન્ચ કરાર થયો હતો, ત્યારબાદ દસોએ આ રકમ ભારતમાં વચેટિયાને આપી હતી. વર્ષ 2017 માં, દસો જૂથના ખાતામાંથી 508925 યુરોને ‘ગિફ્ટ ટુ ક્લાયંટ’ તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

જ્યારે ફ્રેન્ચ ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી એએફએએ દસોના ખાતાઓનું ઓડિટ કર્યું ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. મીડિયાપાર્ટના અહેવાલ મુજબ, ખુલાસા પર, દસોએ સ્પષ્ટ કહ્યું હતું કે આ ભંડોળનો ઉપયોગ રાફેલ લડાકુ વિમાનના 50 મોટા ‘મોડેલો’ બનાવવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ આવા કોઈ મોડેલો બનાવવામાં આવ્યા નથી. ફ્રેન્ચ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓડિટમાં આ ઘટસ્ફોટ થયા પછી પણ એજન્સીએ કોઈ પગલાં લીધાં નથી, જે ફ્રેન્ચ રાજકારણીઓ અને ન્યાય પ્રણાલીની જોડાણ પણ દર્શાવે છે. હકીકતમાં, ફ્રાન્સમાં 2018 માં, એક એજન્સી પાર્ક્વેટ નેશનલ ફાઇનાન્સિયર (PNF ) એ કહ્યું હતું કે આ સોદામાં ગડબડ છે, તો જ ઓડિટ હાથ ધરવામાં આવી અને આ બાબતો જાહેર થઈ.

એજન્સીના પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો

એજન્સીએ પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે ‘ભેટવાળી રકમ’ નો બચાવ દસો જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય કંપની ડેફ્સિસ સોલ્યુશન્સના ઇનવોઇસ પરથી બતાવવામાં આવ્યું છે કે તેઓએ તૈયાર કરેલા 50 મોડેલોનો અડધો જથ્થો આપ્યો છે. દરેક મોડેલની કિંમત 20 હજાર યુરોથી વધુ હતી.

જો કે, દસો જૂથે તમામ આરોપો અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને ઓડિટ એજન્સીને જવાબ આપ્યો ન હતો. વળી, દસો એ પણ કહી શક્યો નહીં કે તેણે આ ભેટની રકમ કોને અને શા માટે આપી છે. આ રિપોર્ટમાં જેનું નામ લેવામાં આવ્યું છે તે ભારતીય કંપનીનો વિવાદો સાથે અગાઉનો સંબંધ હતો. રિપોર્ટ અનુસાર, કંપનીનો માલિક અગાઉ અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ કેસમાં જેલમાં ગયો છે. ફ્રાન્સમાં આ વાતનો ખુલાસો કરનારા મીડિયા પબ્લિશ મીડિયાપાર્ટના રિપોર્ટર યાન ફિલિપને જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ વચ્ચેના રાફેલ ડીલની ત્રણ ભાગોમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં તે માત્ર પહેલો ભાગ છે. સૌથી મોટો ખુલાસો ત્રીજા ભાગમાં કરવામાં આવશે.

વર્ષ 2016 માં ભારત સરકારે ફ્રાન્સથી 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો. તેમાંથી એક ડઝન વિમાન ભારતને મળ્યા છે અને 2022 સુધીમાં બધા વિમાન મળી જશે. જ્યારે આ ડીલ થઈ હતી, ત્યારે ભારતમાં હજી પણ ઘણા વિવાદો થયા હતા. લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે રાફેલ ફાઇટર જેટ સોદામાં ભ્રષ્ટાચારના મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top