World

ઇમરાન સરકારે 178 વોટ મેળવી વિશ્વાસ પ્રસ્તાવની સાથે ઇજ્જત બચાવી

પાકિસ્તાન ( PAKISTAN) ના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય વિધાનસભામાં બહુમતી મેળવી છે. તેમણે શનિવારે વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત બાદ આજે તેઓના તરફી મતદાન થતાં ઇમરાન ખાનની જીત થઈ હતી. ઇમરાન ખાનની તરફેણમાં 178 મત પડ્યા હતા.

હકીકતમાં, ઈમરાન ખાન( IMRAN KHAN)ની સરકારે પાકિસ્તાનમાં સેનેટની ચૂંટણીમાં નાણાં પ્રધાન અબ્દુલ હાફીઝ શેખની હારને કારણે રાષ્ટ્રીય વિધાનસભામાં વિશ્વાસનો મત ખસેડવો પડ્યો હતો. વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ નેશનલ એસેંબલમાં પ્રસ્તાવ રજૂ કર્યો. જ્યારે મતદાન થયું હતું ત્યારે ઇમરાન ખાનની તરફેણમાં 178 મત પડ્યા હતા.

રાષ્ટ્રીય વિધાનસભામાં ઇમરાન ખાનને 171 સાંસદોના ટેકાની જરૂર હતી કારણ કે હાલમાં ગૃહમાં કુલ 342 સભ્યોમાંથી 340 સભ્યો છે અને બે બેઠકો ખાલી છે. ખાનની પીટીઆઈમાં 157 સાંસદ છે જ્યારે વિરોધી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પાસે 83 સભ્યો અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના 55 સાંસદ છે. પીટીઆઈ નેતાઓએ કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે ખાન બહુમતી સાબિત કરશે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાનમાં રાજકીય ઘમસાણ ચાલી રહ્યું છે. ત્યારે હવે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો હતો ત્યારે આજે ઇમરાન સરકારના વિશ્વાસ પ્રસ્તાવ માટે 178 મતો મળતા સરકારે હાશકરો લીધો હતો.

પાકિસ્તાન (PAKISTAN) ના વડાપ્રધાન ઇમરાન ખાનને આજે વિશ્વાસના મતનો સામનો કરવો પડ્યો હતો . સેનેટની ચૂંટણીમાં તેમના પક્ષના કોઈ મહત્ત્વના ઉમેદવારની હારથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે તેમણે વિશ્વાસ મત લેવાનો નિર્ણય કર્યો હતો. વિશ્વાસ મત પૂર્વે ઇમરાન ખાને શુક્રવારે ગઠબંધનમાં પક્ષના નેતાઓ અને સહયોગી પક્ષો સાથે બેઠક યોજી હતી. આ સમય દરમિયાન, તેમણે તેમના અંતરઆત્માનો અવાજ સાંભળવા અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક સાંસદોએ પોતાને પૈસા માટે વેચયા હતા પરંતુ તે યોગ્ય નથી.

પીડીએમના ( PDM) ઉમેદવાર અને પૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની ( YUSUF RAZA GILANI) એ બુધવારે શાસક પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (PTI) ના ઉમેદવાર અને દેશના નાણાં પ્રધાન અબ્દુલ હાફીઝ શેખને હરાવીને ઇમરાન ખાનને મોટો ઝટકો આપ્યો હતો. આ હાર બાદ ઇમરાન ખાન તેમના પક્ષના સભ્યો પર વિશ્વાસ કરી રહ્યા નથી. અને તેમણે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની માગને સ્વીકારી લીધી હતી.

પાકિસ્તાન: વડાપ્રધાન ઇમરાન ખાનનાં મંત્રીની હાર, વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે વોટિંગ

સરકારની બહુમતીની ચર્ચા થાય તે પહેલાં, વિપક્ષી ગઠબંધને શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ સેનેટની ચૂંટણીમાં તેમના ઉમેદવારની જીત વડા પ્રધાનની વિરુદ્ધ ‘અવિશ્વાસ પ્રસ્તાવ’ હોવાનો દાવો કરીને તેઓ વિશ્વાસ મતનો બહિષ્કાર કરશે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) ના વડા મૌલાના ફઝલુર રહેમાને કહ્યું કે શનિવારે રાષ્ટ્રિય વિધાનસભાના અધિવેશનમાં વિપક્ષનો કોઈ પણ સભ્ય ભાગ લેશે નહીં, જેમાં વડા પ્રધાન ખાન વિશ્વાસનો મત માંગશે તેવી જાહેરાત કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top