Charchapatra

આધુનિક સમયની પહેલી નર્સ

આધુનિક સમયની પહેલી નર્સ, આપણા ભારતરત્નની સમકક્ષનો ઇંગ્લેન્ડનો ઓર્ડર ઑફ મેરિટ મેળવનાર, પોતાના સેવાક્ષેત્રથી 550 કિલોમીટર દૂર અગવડભર્યા કાર્યક્ષેત્રમાં ફરજ બજાવી ઘાયલ સૈનિકો – દર્દીઓનો મૃત્યુ દર 42% માંથી 2% જેટલો નીચો લાવનાર, વિશ્વની પહેલી નર્સિંગ કોલેજ સ્થાપનાર, સૈનિકોમાં અત્યંત લોકપ્રિય, દયાની દેવી કે લેડી વીથ ધ લેમ્પના નામે ઓળખાનાર, આંકડાશાસ્ત્રી, સામાજીક કાર્યકર અને આધુનિક નર્સિંગની સ્થાપક, ફ્લોરેન્સ નાઈટીંગેલનો જન્મ 12/5/1820ના દિવસે ઇટાલીમાં થયો હતો.

1921માં ધનવાન પિતા સપરિવાર બ્રિટનમાં સ્થાઈ થયા હતા. પિતાએ નાઈટિંગેલ અને તેની બહેનને ઇતિહાસ, ગણિત, ઇટાલિયન અને બ્રિટિશ સાહિત્ય ફિલોસોફીનું શિક્ષણ અપાવ્યું હતું. ક્રીમિયાના યુદ્ધમાં રણમોરચે ઘાયલ સૈનિકોને મળતી અપૂરતી સારવાર, બેહાલ જીવન, અપૂરતા ખોરાક – દવાઓ, હવા ઉજાસ વગરની હોસ્પિટલો, અપૂરતા સેવકો વગેરેથી સૈનિકોના જાનમાલની ખુવારી વધુ થતી હતી. બધી અગવડોનો તેમણે ડેટા તૈયાર કરી દૂર કરતા ખુવારી અટકી હતી. તેમણે વિકસાવેલો પોલાર એરિયા ચાર્ટ જે નાઈટીંગેલ રોઝ ચાર્ટ તરીકે ઓળખાય છે એ અને નર્સિંગ વ્યવસાયને સમાજમાં માનભર્યું સ્થાન અપાવનાર અને નર્સિંગના 150 પુસ્તકો લખનાર ફ્લોરેન્સ નાઈટીંગેલનું અવસાન 13/8/1910 ના દિવસે 90 વર્ષની વયે થયુ હતું.
સુરત      – સુરેન્દ્ર દલાલ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top