Charchapatra

ચહેરો બધી ચાડી ખાય છે

દીલ એક મંદીર સમાન છે. આપણી પ્રવૃત્તિનું પ્રતિબિંબ એમાં પડતું હોય છે. આપણી માનસિક સ્થિતિ પર અસર કરે તેવા અનેક પરિબળો સક્રિય હોય છે. માણસ ભલે છુપો રૂસ્તમ હોય પણ ચહેરો તેની ચાડી ખાય છે. મનમાં તેનું પ્રતિબિંબ ઝીલાય છે. માનવીનું મન અતિ ચંચળ છે કયારે શું કરી શકે કહેવાય નહીં તેના પર બુદ્ધિનો પ્રતિબંધ રાખવો જોઇએ તો જ માણસ શાંતિથી જીવી શકે છે. માણસ ભલે ખોટા કામ કરે દીલની અદાલતમાંથી છટકી શકતો નથી. ત્યાં દંડીત થાય છે. આત્મા બંડ પોકારે ત્યારે બાગી બની જાય છે.
નવસારી – હેમંત જી. ગોહિલ  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top