Charchapatra

સોલર એનર્જીનો વિકલ્પ જ ઉત્તમ

સોલર એનર્જીથી વીજ ઉત્પાદન અને વીજ કંપની દ્વારા અપાતી વીજળીની બચત થાય છે. બહુમાળી મકાનમાં કોમન લીફટ, કોમન લાઇટ, કોમન પાણીની મોટર માટે આશીર્વાદરૂપ બનેલી સોલર વીજળી મહત્વની છે. તમામ સરકારી કચેરી, સરકારી તથા ખાનગી દવાખાના તમામ રેલવે સ્ટેશન તમામ મોટી હોટલ, ગ્રામ પંચાયત, તમામ સરકારી તથા ખાનગી સંસ્થાઓ જો સોલર એનર્જીનો ઉપયોગ કરે તો વીજ ખાધ પુરી શકાય. ખેડૂતોને આઠના બદલે વધુ કલાક વીજળી આપી ખેતી સમૃધ્ધ કરી શકાય. જો ખેડૂત પોતે પણ એકવાર ખર્ચ કરી સોલર એનર્જી વીજળી ઉત્પાદન કરે તો પોતાની ખેતી સમૃધ્ધ થઇ શકે. પોતાને પણ સસ્તી વીજળી મળે. દિવસે દિવસે વધતી જતી વીજળીની માંગમાં પણ રાહત થઇ જાય.

વીજ કંપનીના મોંઘી વીજળી વાપરવા કરતા સોલર એનર્જી વાપરવી સારી. મોટા મંદિર પણ સોલર એનર્જી વાપરે તોપણ સરકારી વીજ કંપનીની વીજળીની બચત થાય. વીજળીની બચત એટલે વીજળીનું ઉત્પાદન ગણાય. મોંઘા ભાવના કોલસા મંગાવી વીજ ઉત્પાદન કરવું, મોંઘુ સાબિત થઇ રહ્યું છે. વીજ કાપ પણ કરવો પડે છે. તેથી બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં લિસોલર એનર્જી વાપરવી પર્યાવરણને ઉપયોગી પણ થઇ શકે છે. મોટા નાના ઉદ્યોગ પણ સ્વયં સોલર વીજળી ઉત્પન કરે તો પણ આર્થિક લાભ થાય.
વડોદરા    – જયંતીભાઇ ઉ. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top