Charchapatra

પર્યાવરણ દિન ઉજવણીમાં પ્રજાની સહભાગિતા

5 જૂન સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. હિમશીલાઓ પીગળતી જંગલમાં વૃક્ષોનું છેદન, નદી, સરવરમાં વધતી જતી ગંદકી સમુદ્રનુ઼ ઊચુ આવી રહેલ સ્તર, વર્ષે વર્ષે ગરમીમાં વધારો, વરસાદની અનિયતીતતા, પૂર વગેરે વૈશ્વિક સ્તરના પ્રશ્નો છે. સરકાર જોઇએ તેટલી પર્યાવરણ બાબતે ચિંતીત નથી. આ બાબતે આપણે સરકારના ટીકાકાર બનીએ તેમાં કંઇ ખોટું નથી. પરંતુ સામાન્ય લોકો પણ એટલા જ બેદરકાર છે. ચાઇુ વાહનમાંથી જાહેર રસ્તા પર કચરો ફેંકવો, થુંકવું, બસ-ટ્રેનમાં ગંદકી કરવી, તીર્થધામમાં નદીમાં બોટલનો ઘા કરવો, ટૂંકા અંતરે માલવાના બદલે વાહનનો ઉપયોગ ન કરવો.

પહેલા-બીજા માળે જવા લીફ્ટનો ઉપયોગ કરવો, નળ ખુલ્લા કે ટપકતાં રાખવા સરકારી કચેરીઓમાં બિનજરૂરી લાઇટ-પંખા ચાલુ હોવા વગેરે પર્યાવરણ વિરોધી કૃત્યો છે. આપણે ત્યાં વરસાદ ગમે તેટલો થાય તો પણ શિયાળામાં પાણીની બૂમ ઉઠે છે. તેમાં આયોજનનો અભાવ છે. પાણી વેડફાટ કરવામા આપણે પહેલો નંબર આવે. સોસાયટીઓમા 24 કલાક પાણીની છુટ હોય છે. તેના કારણે તેની કિંમત હોતી નથી અને પુષ્કળ બગાડ થાય છે. દરેક સોસાયટીએ વરસાદનુ પાણી પોતાના કૂવામા ઉતારવાની વ્યવસ્થા રાખવી જોઇએ કે જેથી પાણીની તંગીની સમયમાં તકલીફ ન પડે.
પાલનપુર   – અશ્વિનકુમાર કારીઆ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top