Charchapatra

આઇપીએલ ગુજરાત અને ફિલ્મ પ્રમોશન

આઇપીએલની મજા કંઇક ઓર જ છે. નવા ખેલાડીઓને આમાં ચાન્સ મળે છે અને નવું જનરેશન આગળ આવે છે. પણ બે મહિના સુધી ચાલે અને તે પણ એપ્રિલ મે મહિનામાં? કે જયારે દરેક સ્કુલ કોલેજમાં પરીક્ષા આવે છે? આનાથી તો ભણતર વેડફાઇ છે. જો કે હવે ક્રિકેટની સીઝન બારે માસ થઇ ગઇ છે. ગુજરાત ટાઇટન્સ જીતી એક ગુજરાતને પ્રસંગ ઉજવાયો એવી અનુભૂતિ થઇ. ગુજરાતના ક્રિકેટ ગૌરવે ટીમ તરીકે પહેલીવાર એન્ટ્રી લીધી અને પહેલા જ પ્રયાસે નં. 1. આ એક મજાની વાત થઇ. પણ જયારે મેચ ચાલતી હતી ત્યારે કોમેન્ટ્રીમાં એવું લાગતું હતું કે ક્રિકેટ મેચ નહીં પણ આમીર ખાનની ફિલ્મનું પ્રમોશન ચાલતું હોય. આખી મેચ દરમ્યાન આમીર ખાનની વાત સાંભળીને અજુગતું લાગ્યું. ક્રિકેટની સાથે ફિલ્મને સમાવેશ કરો એ ક્રિકેટનું અપમાન કહેવાય. મેચની મજા મારી નાખી. આવું બીજીવાર નહીં થાય તેનું ધ્યાન રાખવું રહ્યું.
સુરત              – તૃષાર શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top