National

જમ્મુમાં કચરાપેટીમાં મળેલા કાળા ડબ્બાની અંદરની વસ્તુ જોઈ પોલીસ ધ્રુજી ઉઠી, મોટી ઘાત ટળી

જમ્મુ: જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)માં ફરી એકવાર મોટા આતંકી હુમલા(terrorist attacks)નું ષડ્યંત્રને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. સિદ્રાની હોસ્પિટલની નજીક જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે(Jammu-Srinagar National Highway) પર શંકાસ્પદ IED મળી આવ્યો હતો. હાઈવે પર આતંકીઓએ કાળા કલરના એક ડબ્બામાં ટાઈમર લાગેલી આઈડીને પ્લાન્ટ કરી હતી.આ માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે બોમ્બ ડીસ્પોઝલ(Bomb disposal)ની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને IED ને નષ્ટ કરાયો હતો.

કચરાપેટીમાં પ્લાન્ટ કરાયો હતો IED
જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલો કરવાના આતંકીઓના ઇરાદા પર પોલીસ અને સેનાએ પાણી ફેરવી દીધું હતું. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર સિદ્ધડામાં બત્રા હોસ્પિટલની નજીક હાઈવે પર એક કચરામાં કાળા કલરનો ડબ્બો પડ્યો હતો. જેને જોઈને લોકોને શંકા ગઈ હતી. જેથી આ મામલે તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસનાં જવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સૌથી પહેલા પોલીસે હાઈવેને બંધ કરી બંને તરફથી વાહનોની અવર-જવર રોકી દીધી હતી. ત્યારબાદ ડિસ્પોઝલ સ્ક્વોડને આ અંગે માહિતી આપી હતી. જેથી ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમે ડબ્બાને કચરાપેટીમાંથી બહાર કાઢ્યો અને એક સુરક્ષિત જગ્યાએ લઈને તેને ખોલ્યો હતો. ડબ્બામાં આતંકીઓએ ટાઇમરની સાથે આઈઈડી લગાવી હતી. દળમાં સામેલ જવાનોએ સુરક્ષિત રીતે વિસ્ફોટને નિષ્ક્રિય બનાવી દીધો હતો.

ઘટના બાદ સર્ચ ઓપરેશન શરુ કરાયું
પોલીસ અને સેનાના જવાનો આ ઘટના બાદ સતર્ક થઇ ગયા છે. તેઓએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરુ કરી દીધું છે. બત્રા હોસ્પિટલ તથા હાઈવે પર આસપાસ આતંકીઓએ કોઈ અન્ય સ્થળે વિસ્ફોટક તો નથી લગાવ્યા ને તે મામલે તપાસ કરાઈ રહી છે. પોલીસને આશંકા છે કે આઈઈડી પ્લાન્ટ કરનાર આતંકવાદીઓ આસપાસ જ છુપાયા છે. જેથી તેઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે.

વડાપ્રધાનની મુલાકાત પહેલા જ થયો હતો આતંકી હુમલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ મુલાકાતના બે દિવસ પહેલા 22 એપ્રિલે જમ્મુના સુંજવાનમાં આતંકી હુમલો થયો હતો. જેમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ પહેલા આતંકીઓના હુમલામાં CISFના એક ASI, SP પટેલ શહીદ થયા હતા, જ્યારે CISF અને પોલીસના 10 જવાન ઘાયલ થયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ફિદાયીન જેકેટ મળી આવ્યા છે. આ સાથે ત્રણ એકે 47 રાઈફલ, અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર, સેટેલાઇટ ફોન અને ગ્રેનેડ પણ મળી આવ્યા છે. ખાદ્યપદાર્થો, ડ્રાય ફ્રુટ્સ અને એનર્જી ડ્રિંક્સ પણ મળી આવ્યા છે. ADGP મુકેશ સિંહનું કહેવું છે કે બે આતંકવાદીઓના મોત સાથે ફિદાયીન હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી હવે આ મામલે તપાસ કરી રહી છે.

Most Popular

To Top