Sports

કેએલ રાહુલે તેના ટ્વીટર ઉપર એવું તો શું લખ્યું કે ટીમ ઇન્ડિયાના આ સિનિયર ખેલાડીઓ વચ્ચે થયો વિવાદ

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાએ (Team India) બીજી ટેસ્ટ મેચમાં (Test Match) ઓસ્ટ્રેલિયાને (Australia) છ વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતને જીતવા માટે 115 રનનો ટાર્ગેટ હતો. આ લક્ષ્યને ભારતીય ટીમે રમતના ત્રીજા દિવસે ટી બ્રેક પહેલા જ પૂર્ણ કરી દીધો હતો.

રાહુલને લઇ આકાશ અને વ્યંકટેશ પ્રસાદ વચ્ચે થયો વિવાદ
ટીમ ઈંડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત મેળવી લીધી હોવા છતાં પણ કે એલ રાહુલને લઇને આકાશ ચોપરા અને વ્યંકટેશ પ્રશાદ વચ્ચે બહેસ થઇ ગઈ હતી. કે એકલ રાહુલ બીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં માત્ર 18 રન જ બનાવી શક્યા હતા. આ પહેલા કેએલ રાહુલે નાગપુર ટેસ્ટ મેચમાં પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.જેથી કે એલ રાહુલને લઇને ટીમ ઇન્ડિયાના આકાશ ચોપરા અને સિનિયર ખેલાડી વ્યંકટેશ પ્રસાદ વચ્ચે ભારે બહેસ થઇ ગઈ હતી. આ દરમ્યાન ભારતના ભૂતપૂર્વ અને સિનિયર ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે 18 ફેબ્રુઆરીએ સતત ટ્વિટ કર્યા હતા અને એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે ‘ખરાબ ફોર્મ ચાલુ છે’. ખરાબ ફોર્મમાં રહેલા ખેલાડી સાથે વળગી રહેવું એ મેનેજમેન્ટનો અભાવ દર્શાવે છે. ભારતીય ક્રિકેટના ઓછામાં ઓછા છેલ્લા 20 વર્ષમાં કોઈ પણ ટોપ ઓર્ડરના ખેલાડી આટલી ઓછી એવરેજ સાથે આટલી બધી ટેસ્ટ રમ્યા જ નથી.

પ્રતિભા શાળી ખેલાડીઓને પ્લેઈંગ-11 માં રમવાનો મોકો નથી મળતો,વ્યંકટેશ
વ્યંકટેશ પ્રસાદે કહ્યું હતું કે પ્રતિભા શાળી ખેલાડીઓને પણ પ્લેઈંગ-11 માં રમવાનો મોકો નથી મળી રહ્યો શિખર ધવનનું ટેસ્ટ સરેરાશ 40 પ્લસ છે.મયંકની એવરેજ પણ 41 પ્લસ છે જેમે બેવડી સદીઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ શુંભમન ગિલ પણ શાનદાર ફોર્મમાં છે.તો સરફરાઝ પણ પાછલા લાંબા સમયથી ટીમમાં રમવા માટે રાહ જોઈ રહ્યો છે. એવામાં કેટલાય ડોમેસ્ટિક ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે.

વધુમાં પ્રસાદે કહ્યું હતું કે ટીમમાં તેની હાજરી ન્યાયમાંના વિશ્વાસને હલાવી રહી છે. શિવસુંદર દાસ અને સદગોપન રમેશમાં ઘણી ક્ષમતાઓ હતી તે બન્નેની સરેરાશ 38 પ્લસ હતી પરંતુ 23 ટેસ્ટ મેચોથી આગળ વધી શક્યા ન હતા રાહુલનું પ્રદર્શન ભારતમાં બેટિંગ પ્રતિભાના અભાવની છાપ આપે છે જે સાચું નથી છેલ્લા 5 વર્ષમાં કુલ 47 ઇનિંગ્સમાં તેની એવરેજ 27થી ઓછી છે. વેંકટેશ પ્રસાદે કહ્યુ કે મારા અનુસાર તે હાલમાં ભારતના 10 શ્રેષ્ઠ ઓપનરોમાં નથી. કેએલ એ કોઈપણ રીતે ટ્રમ્પ કાર્ડ નથી.

આકાશે આપ્યો વ્યંકટેશની ટ્વીટનો જવાબ
ત્યારબાદ આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર વેંકટેશને જવાબ આપ્યો અને કહ્યું, કેએલ રાહુલ સસ્તામાં આઉટ થતાં જ તે ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગે છે. દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપવા અને તેમની ટીકા કરવા માંગે છે. મને લાગે છે કે વેંકટેશ પ્રસાદની ટ્વીટએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. આપ એક ભૂતપૂર્વ ક્રિકેટર છો જેથી આપે સમજવું જોઈએ કે આપણે રમતની વચ્ચે અને જ્યારે ઈનિંગ્સ રમવાની બાકી હોય ત્યારે આપણા ખેલાડીઓની ટીકા ન કરવી જોઈએ. રમત પછી તમે ચોક્કસપણે કોઈપણ ખેલાડી વિશે વાત કરી શકો છો અને તમારો અભિપ્રાય આપી શકો છો.

Most Popular

To Top