Entertainment

તાપસી પન્નુ, કંગનાની કન્ની કાપશે

જે થી ૧૫ મહિનાથી થિયેટરો બંધ હોય. ફિલ્મો ફકત ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી હોય. શૂટિંગ જેમ તેમ થતાં હોય. નવી ફિલ્મોનાં મુહુર્ત ન થતા હોય આવા બધા સંજોગોમાં ફિલ્મ અને ફિલ્મ સ્ટાર્સ યા ઇન્ડસ્ટ્રી વિશે લોકોને ગમે એવું કેટલું ને કેવુંક લખી શકાય? ‘શો મસ્ટ ગો ઓન’ના નામે પડદો ખુલ્લો રખાયો હોય ને તખ્તા પર કશું ન ભજવાતું હોય તો પ્રેક્ષક બિચારો શું કરે? અહીં ‘પ્રેક્ષક’ની સાથે તમે અમને ય ગણી શકો કે અમે શું લખીએ? આપણા ફિલ્મચાહકોને ફિલ્મસ્ટાર્સ વિશે વાંચવું સહુથી વધુ ગમે છે.

પણ કોઇ તેમના ફાર્મહાઉસમાં છે તો કોઇ માલદીવ્સ છે. અમિતાભ જેવા થોડા જ છે જેને કામથી ફૂરસદ ન મળતી હોય. તેના સિવાય આ કોરોના સમયમાં જો કોઇ ચર્ચામાં રહ્યું હોય તો તે કંગના રણૌત છે પણ તે સરકાર તરફ એટલી ઝૂકેલી છે કે લોકો તેની પર વિશ્વાસ નથી મુકતા.  તાપસીએ ધાર્યુ હોત તો આ દરમ્યાન મનોરંજક ફિલ્મોનો હિસ્સો બની શકી હોત.

‘જૂડવા-2’માં તે હતી ય ખરી પણ પ્રેક્ષકોએ તેને ‘મુલ્ક’, ‘મીશન મંગલ’, ‘સાંડકી આંખ’ ને ‘થપ્પડ’ની અભિનેત્રી તરીકે ઓળખવી પસંદ કરી. હમણાં મહિલાપાત્રો કેન્દ્રી ફિલ્મો સફળ થઇ રહી છે ને એવી સહુથી વધુ ફિલ્મો કંગના પછી તપાસીના નામે જ ચડી છે. તાપસીની ખાસ વાત એ છે કે તે પોતાને સ્ટાર માન્યા વિના કામ કરે છે. એમ કહી શકો કે તબુની જેમ તે કામ કરે છે.

હવે તો તે પોતાની ઇમેજ પ્રમાણે શોર્ટ ફિલ્મ પણ કરે છે. હમણાં ગયા વર્ષે જયારે મોટી ફિલ્મોના શૂટિંગ અટકેલા હતા તો તેણે ‘સફર’, ‘સંવાદ’, ‘પ્રવાસી’ નામની શોર્ટ ફિલ્મો કરી. અલબત્ત આ દરમ્યાન તેની ‘રશ્મી રોકેટ’ ફિલ્મ રજૂ થઇ છે. પણ તેને અને તેના ચાહકોને ‘વો લડકી હે કહાં’, ‘તડકા’, ‘હસીન દિલરુબા’, ‘શાબાશ મીઠુ’, ‘લૂપ લપેટા’ સહિતની કેટલીક ફિલ્મોની પ્રતિક્ષા છે. ‘વો લડકી હે કહાં’ માં તો તે આપણા પ્રતિક ગાંધી સાથે છે. ‘તડકા’ ફિલ્મ કયારની ય તૈયાર છે.

‘હસીન દિલરુબા’ પ્રોસ્ટ પ્રોડકશન સ્તરે છે. તેમાં તે વિક્રાંત મેસી ને હર્ષવર્ધન રાણે છે. તાપસીને ટાઇગર શ્રોફ, રણબીર કપૂર, રણવીર સિંઘ કે વરુણ ધવન, અક્ષય કુમાર વગેરે સાથેની ફિલ્મોની લાલચ નથી. ‘દોબારા’ અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મ છે ને તેમાં તેની સાથે શાશ્વત ચેટરજી છે. ‘શાબાશ મિછુ’ રાહુલ ધોળકીયા ને ઇન્દ્રનીલ લોટલીકરના દિગ્દર્શનમાં બની રહી છે. જે ક્રિકેટરની વાત કરે છે. મિથાલી રાજ નામની મહિલા ક્રિકેટર બનેલી તપાસી સતત વૈવિધ્ય ઝંખે છે. આ કારણે જ જૂદા વિષયો ધરાવતી ફિલ્મો માટે તે પસંદ પણ થાય છે.

‘લૂપ લપેટા’માં તે દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય સાથે આવે છે. આ બધામાં તપાસ જ કેન્દ્રમાં છે તે જોતાં કહી શકાય કે તે કંગના માટે પડકાર બની ચુકી છે. તેની જે ફિલ્મો અનાઉન્સ થઇ છે તેમાં ‘જન ગણ મન’ અને ‘ડેર એન્ડ લવલી’ છે. ‘ડેર એન્ડ લવલી’માં તેની સાથે આદિત્ય સિઆલને જસ્સી ગીલ છે તો ‘જન ગણ મન’માં તેની સાથે જયમ રવિ ને નાના પાટેકર છે. તમે કહી શકો કે તેના વડે ઘણા નવા અભિનેતા પોતાની જગ્યા બનાવશે. સામાન્યપણે ટોપના સ્ટાર વડે અભિનેત્રીઓને આવી તક મળતી હોય છે.

તાપસીની સ્થિતિ એટલી મજબૂત છે કે તેણે હવે તમિલ – તેલુગુ ફિલ્મો તરફ જોવું નથી પડતું. વળી તે કમ્પલીટ પ્રોફેશનલ એકટ્રેસ છે એટલે દિગ્દર્શકો તેની સાથે કામ કરવામાં કમ્ફર્ટ અનુભવે છે. તે ફિલ્મસ્ટાર્સ સાથે લકડા માટે ય જાણીતી નથી. તે તો કહી ચુકી છે કે સ્ટેમ્પ પેપર લખી આપું કે હું કોઇ ફિલ્મ સ્ટાર સાથે ડેટ નહીં જ કરીશ. તાપસીનો આત્મવિશ્વાસ અને કારિકર્દી વિશેની સ્પષ્ટ દૃષ્ટિ પ્રશંસનીય છે.

Most Popular

To Top