વિદ્યાર્થી સંઘ ભંગ અને ગૃહમંત્રીના ‘કાળા કારોબાર’ના આરોપોથી રાજકીય તણાવ વધ્યો
Nepalમાં રાજકીય પરિસ્થિતિ ફરી ગરમાઈ ગઈ છે. કાઠમંડુના મેયર બાલેન શાહની કામગીરી સામે વિરોધ વધી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થી સંગઠનોને ભંગ કરવાનો નિર્ણય અને ગૃહમંત્રી સામે લાગેલા કથિત “કાળા કારોબાર”ના આરોપોને કારણે રાજધાની સહિત અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે.
રિપોર્ટ્સ મુજબ વિદ્યાર્થી સંગઠનોને ભંગ કરવાના નિર્ણયથી યુવાનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓ અને વિવિધ રાજકીય સંગઠનો દ્વારા સરકારના નિર્ણય સામે રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ નેપાળના ગૃહમંત્રી Ramesh Lekhak સામે કથિત અને ગેરકાયદેસર આર્થિક લેવડદેવડ અને શંકાસ્પદ વ્યવહારો અંગે આરોપો લાગતા રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ મામલે પારદર્શક તપાસની માંગ ઉઠાવવામાં આવી છે.
વિરોધીઓનું કહેવું છે કે આરોપોની ગંભીરતા ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીને પદ પરથી હટાવવાના પગલાં લેવા જોઈએ.સાથે જ
વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે તેમના સંગઠનોને ભંગ કરવાનો નિર્ણય લોકશાહી મૂલ્યોના વિરોધમાં છે અને સરકાર વિરોધી અવાજોને દબાવવા માટે લેવામાં આવ્યો છે. આ મુદ્દે અનેક વિસ્તારોમાં પ્રદર્શન વધતા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે બાલેન શાહ સરકાર સામે વધતો જનઆક્રોશ આગામી સમયમાં નેપાળની રાજનીતિમાં મોટા ફેરફારો લાવી શકે છે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થી વર્ગમાં વધતી નારાજગી સરકાર માટે પડકારરૂપ બની શકે છે.
હાલ સરકાર તરફથી આરોપોને લઈને સત્તાવાર રીતે સ્પષ્ટ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી,પરંતુ વિરોધ પક્ષો , સામાજિક સંગઠનો દ્વારા સતત દબાણ વધતું જઈ રહ્યું છે. હવે આગળ સરકાર આ સ્થિતિને કેવી રીતે સંભાળે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.