Gujarat

સુરત બાદ વડોદરામાં H3N2 વાયરસથી મહિલાનું મોત?, કોવિડ ગાઈડલાઈન મુજબ કરાશે અંતિમસંસ્કાર

વડોદરા: દેશમાં ફરી એકવાર કોરોનાના (Corona) લક્ષણ ધરાવતા ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. જેને લઈને ગુજરાતમાં પણ શરદી, ઉધરસ તેમજ તાવના લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં (Vadodara) H3N2થી વાયરસથી (H3N2 Virus) 25 વર્ષીય મહિલાનું સયાજી હોસ્પિટલમાં શંકાસ્પજ મોત (Death) થતા તંત્ર દોડતું થઈ ગયું છે. સુરત બાદ વડોદરામાં H3N2 વાયરસથી મહિલાનું મોત થઈ હોવાની શંકા થઈ રહી છે. H3N2 વાયરસથી ગુજરાતમાં બીજુ અને દેશમાં ત્રીજું મોત થયું હોવાનું મનાય રહ્યું છે. જો કે તંત્ર તરફથી હાલ વાત સ્પષ્ટ કરવામાં આવી નથી. મહિલાનું ખરેખર H3N2થી મોત થયું છે કે કેમ? તે જાણવા માટે તેના બ્લડ સેમ્પલો ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

મહિલાનો રેપિડ ટેસ્ટ પોઝિટવ આવ્યો હતો
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી એક 58 વર્ષીય મહિલાને બે દિવસ પહેલા શરદી, ઉધરસ, તાવ તેમજ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર છતાં તેમની બીમારીમાં કોઈ ફરક પડ્યો ન હતો. જેથી તેઓને સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓને રેપિડ ટેસ્ટ કરાલવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના પરિવારના સભ્યો પાસેથી સેમ્પલ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી અન્ય સભ્યોને ચેપ લાગ્યો છે કે નહીં તેની પુષ્ટિ કરી શકાય.

બ્લડ સેમ્પલ ગાંધીનગર મોકલાયા
મહિલાને શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો જણાતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મહિલાને રેપિડ ટેસ્ટ પોઝિટવ આવતા કોવિડ વોર્ડમાં સિફ્ટ કરવામાં આવી હતી, જ્યાં સારવાર બાદ મહિલાનું મોત નિપજ્યું છે. મહિલાનું મોત H3N2 વાયરસથી મોત થયું છે કે કેમ તે જાણવા માટે મહિલાના બ્લડ સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. રાજ્યમાં H3N2થી આ પ્રથમ મૃત્યુ હોવાનું કહેવાય છે. રાજ્યમાં બે દિવસ પહેલા સુરતમાં કોરોનાથી પ્રથમ મોત નોંધાયું હતું. રાજ્યમાં H3N2 કેસોમાં વધારા સાથે, કોવિડ કેસોની સંખ્યામાં વધારો થયો છે.

કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતમિ સંસ્કાર કરાશે
સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં 58 વર્ષીય મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જેઓનું મોત નીપજ્યું છે. નવા વાયરસ H3N2 વાયરસથી મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર કોવિડ ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે. પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 36 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, 2 RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એક રેપિડ પોઝિટિવ છે અને તેઓ હોમ આઇસોલેશનમાં છે.

જો તમને કોઈ સમસ્યા હોય તો પરીક્ષણ કરાવો
જો સૂકી ખાખી અને શરીરના દુખાવા હોય અને તેમાં રાહત ન હોય તો આરોગ્ય નિષ્ણાતો જણાવી રહ્યા છે. તેથી લોકોએ H3N2 માટે પરીક્ષણ કરાવવું જોઈએ. શરદી, ઉધરસ અને તાવને હળવાશથી ન લો. આ વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ફ્લૂના કેસ બદલાતી સિઝનમાં આવે છે, પરંતુ આ વર્ષે સૌથી વધુ કેસ નોંધાયા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, નાકમાંથી વહેવું, તાવ, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, થાક આ વાયરસના લક્ષણો છે. ચેપના મુખ્ય લક્ષણો છે. કોરોનાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે. આવી સ્થિતિમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. એવું માનવામાં આવતું હતું કે કોરોના પછી ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીઓ ઓછી થઈ જશે, પરંતુ વાયરલ ઈન્ફેક્શન વધી રહ્યું છે. જેના કારણે શ્વસનતંત્ર પ્રભાવિત થાય છે.

Most Popular

To Top