National

જ્ઞાનવાપી મસ્જિદમાં 40 ટકા સર્વે પૂરો, રવિવારે પણ સર્વે કરાશે

ઉત્તરપ્રદેશ: વારાણસી(Varanasi)માં જ્ઞાનવાપી(Gnanvapi) મસ્જિદ(mosque)માં આજે સર્વે(Survey)નું કામ પૂર્ણ થઈ ગયું છે. કોર્ટ(Court)ના આદેશ મુજબ એડવોકેટ કમિશનરે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આજની સર્વેની કામગીરી પુરી પૂર્ણ કરી હતી. સર્વે ટીમની સાથે વાદી-જવાબદાર પક્ષકારો પણ પરિસરમાં હાજર હતા. સાવચેતીના પગલા તરીકે મસ્જિદ પરિસરની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. મસ્જિદ સંકુલના 500 મીટરની અંદરની દુકાનો બંધ કરવામાં આવી હતી. એક કિમીની ત્રિજ્યામાં 1500થી વધુ સુરક્ષા જવાનો તૈનાત હતા.

રાઉન્ડ-ધ-ક્લોક વિડિયોગ્રાફી
કોર્ટના આદેશ મુજબ મસ્જિદના દરેક ખૂણાની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી. મસ્જિદના ભોંયરામાં પણ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે પૂર્ણ કરવાની જવાબદારી ડીએમ અને પોલીસ કમિશનરને આપવામાં આવી હતી. કોર્ટે આદેશ આપ્યો હતો કે વાદી, પ્રતિવાદી, વકીલ, એડવોકેટ કમિશનર અને તેમના સહાયકો પણ સર્વેમાં હાજર રહેશે. કોર્ટના આદેશ મુજબ આજે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

બધાની કલ્પના કરતા ગણું બધું છે: જિતેન્દ્ર સિંહ બિસેને
સર્વે બાદ બહાર આવેલા વિશ્વ વૈદિક સનાતન સંઘના વડા જિતેન્દ્ર સિંહ બિસેને કહ્યું છે કે કલ્પના કરતાં ઘણું બધું છે.
જ્ઞાનવાપી સર્વેક્ષણ દરમિયાન શું જાણવા મળ્યું તેવા પ્રશ્ન પર જીતેન્દ્ર સિંહ બિસેને કહ્યું કે મારા નહીં પણ આપણા બધાની કલ્પના કરતાં ઘણું બધું છે. તેમણે કહ્યું કે આવતીકાલના સર્વે માટે પણ ઘણું બધું છે. બિસેને કહ્યું કે કેટલાક તાળા ખોલવામાં આવ્યા હતા, કેટલાક તાળા તોડવા પડ્યા હતા. સર્વેનો રિપોર્ટ પણ બધાની સામે આવશે.

4 કલાક સર્વેની કામગીરી ચાલી
સર્વે બાદ મસ્જિદ પરિસરમાંથી બહાર આવેલા વકીલોએ જણાવ્યું કે કાર્યવાહી લગભગ ચાર કલાક સુધી ચાલી હતી. સર્વે રિપોર્ટ અત્યંત ગોપનીય છે. કોર્ટનો આદેશ છે કે જે કોઈ કાર્યવાહીની બહાર કંઈક લીક કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. વકીલોએ એમ પણ કહ્યું હતું કે, જ્યાં સર્વે કરવાનો હતો, ત્યાં કરવામાં આવ્યો છે. સર્વેની કાર્યવાહી આવતીકાલે એટલે કે 15 મેના રોજ પણ ચાલુ રહેશે.

સર્વે માટે કડક બંદોબસ્ત
મસ્જિદના સર્વે દરમિયાન કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક થઇ ગયું હતું. મસ્જિદમાં સર્વે માટે મસ્જિદ પરિસરમાં પ્રવેશેલા તમામ લોકોના મોબાઈલ ફોન સર્વે માટે જમા કરવામાં આવ્યા હતા. બુલાનાલાથી વિશ્વનાથ મંદિર સુધીના રસ્તા પર લોકોની અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી. પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો.

હિંદુ બાજુના ભોંયરામાંના રૂમમાં દરવાજો નથી
હિંદુ બાજુના ભોંયરામાંના રૂમમાં દરવાજો નથી. હિંદુ બાજુના રૂમને ખોલવા માટે ચાવીની જરૂર નહોતી. સર્વેની કામગીરી શાંતિપૂર્ણ થઇ હતી. વહીવટીતંત્રની બેઠકમાં ભોંયરામાં સાપ હોવાની આશંકા સાથે સર્પપ્રેમીઓને બોલાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે પ્રશાસને કહ્યું હતું કે ત્યાં પહેલેથી જ CRPF છે, તેથી તેની કોઈ જરૂર નથી.

500 મીટરની અંદર દુકાનો બંધ
સુરક્ષા માટે જ્ઞાનવાપી મસ્જિદની આસપાસ 500 મીટરની ત્રિજ્યામાં આવેલી તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતું. ડીસીપી કાશી ઝોન આરએસ ગૌતમે દાવો કર્યો છે કે મુલાકાતીઓને કોઈ અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વિશ્વનાથ મંદિરના ગેટ નંબર ચાર પહેલા ઘણી જગ્યાએ મીડિયાને પણ રોકી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સર્વે, વિડિયોગ્રાફીની કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ આપતી વખતે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરે વહીવટીતંત્રને આદેશનો અમલ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

આવતી કાલે પશ્ચિમ તરફની દીવાલનો સર્વે થશે
મસ્જિદમાં આજનો સર્વે પૂર્ણ થઇ ગયો છે. આજે મસ્જિદનાં ચાર રૂમનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કેટલાક રૂમનાં દરવાજાને તાળા માર્યા ન હતા. જ્યારે કેટલાક રૂમનાં દરવાજાના તાળા ન ખુલતા તોડવામાં આવ્યા હતા. આવતી કાલે પણ સર્વેની કામગીરી કરવામાં આવશે. આવતી કાલે મસ્જિદની પશ્ચિમ તરફની દીવાલનો સર્વે થશે

સર્વે રિપોર્ટ 17 મેના રોજ રજૂ કરવાનો રહેશે
કોર્ટે આદેશ આપ્યો હતો કે એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રા યથાવત રહેશે. તે જ સમયે, કોર્ટે વિશાલ સિંહ અને અજય સિંહને સહાયક કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. કોર્ટે 17મી મેના રોજ સંપૂર્ણ સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

Most Popular

To Top