SURAT

‘તમે ખોટી રીતે હેરાન કરો છો, ખોટો દંડ વસૂલો છો’, કહી સુરતમાં યુવકે જાહેરમાં પોલીસને ગાળો દીધી

સુરત : (Surat) કમેલા દરવાજા પાસે ટ્રાફિક (Traffic) નિયમન કરતા પોલીસની (Police) સાથે નંબર વગરની બાઇક (Bike) લઇને આવેલા યુવકે (Young Man) ગાળાગાળી કરી હતી. આ યુવકે પોલીસને કહ્યું કે, ‘તમે લોકોને ખોટી રીતે હેરાન કરો છો, ખોટો દંડ વસૂલ કરો છો’ કહીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ યુવકને પકડીને તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેર ટ્રાફિક પોલીસ રીજીયન-૨માં ફરજ બજાવતા કૌશિકભાઇ લાલજીભાઇ ચૌધરી અન્ય સ્ટાફની સાથે કમલે દરવાજા પાસે ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. ત્યારે કિન્નરી સિનેમા પાસેથી એક નંબરપ્લેટ વગરની બાઇક લઇને યુવક નીકળ્યો હતો. પોલીસે આ યુવકને અટકાવીને નંબર પ્લેટ તેમજ બાઇકના અન્ય ડોક્યુમેન્ટ બાબતે પુછતાં તે ઉશ્કેરાયો હતો, યુવક પોલીસને કહેવા લાગ્યો કે, ‘તમે વારંવાર ખોટી રીતે લોકોને હેરાન કરો છો, અને ખોટી રીતે દંડ વસૂલ કરો છો’, બાદમાં યુવકે રસ્તાની અધવચ્ચે જ બાઇક મુકીને પોલીસ સાથે જોરજોરથી ગાળાગાળી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે આ યુવકની પાછળ દોડીને વેપારી સુરેશભાઇ કાનજીભાઇ ઇટાલીયા (રહે. હરે ક્રિષ્ણ કોમ્પલેક્ષ, સુદામા ચોક, વરાછા, સુરત)ને પકડી પાડ્યો હતો. પોલીસે સુરેશને પકડી પાડ્યા બાદ દંડનું કહેતા તેણે કહ્યું કે, હું તમને બધાને જોઇ લઇશ, તમે મારી પાસે કેમ દંડ વસૂલ કરો છો. પોલીસે સુરેશની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

‘હું તો અહીંથી જ જઈશ, તમે કોણ મને રોકવાવાળા’: સુરતમાં પોલીસ સાથે દાદાગીરી કરનારના થયા આ હાલ
સુરત: (Surat) સુરતના સરથાણામાં આઝાદી કા અમૃત મહોત્સવની બાઇક રેલી (Bike Rally) દરમિયાન એક યુવકે વરાછા પોલીસના સ્ટાફ (Varacha Police Staff) સાથે દાદાગીરી (Ruffianism) કરી ગાળાગાળી કરતાં પોલીસ ફરિયાદ થઇ હતી. ‘હું તો અત્યારે અહીંથી જ જઇશ, તમે કોણ મને રોકવાવાળા’. પોલીસને આ વાત કહેનાર યુવક સામે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા પોલીસના હે.કો. કાનજીભાઇ તેમજ અન્ય સ્ટાફ વરાછા સીતાનગર ચોકડી પાસે ભાજપ દ્વારા આયોજિત આઝાદી અમૃત મહોત્સવની બાઇક રેલીના બંદોબસ્તમાં હતો. પોલીસે અહીં એક તરફનો રસ્તો બંધ કરી દીધો હતો. આ દરમિયાન ત્યાં એક યુવક આવ્યો હતો. પોલીસે તેને અટકાવ્યો ત્યારે તેને પોલીસને કહ્યું કે, ‘હું તો અત્યારે અહીંથી જ જઇશ, તમે કોણ મને રોકવાવાળા’. પોલીસની સાથે દાદાગીરી કરનાર દર્શિત જયસુખભાઇ ઠુમ્મર (રહે.,યોગીકૃપા સોસાયટી, સરથાણા)ને પકડી પાડ્યો હતો. પોલીસે તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Most Popular

To Top