SURAT

વર્લ્ડ કપ ફાઈનલને લઈ સુરતના રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ, લોકોએ ભેગા થઈ બિગ સ્ક્રીન પર મેચ નિહાળી

HTML Button Generator

સુરત: (Surat) વર્લ્ડ કપ ક્રિકેટ (World Cup Cricket) ફાઈનલ મેચને લઈને સમગ્ર ભારતમાં ઉત્સાહ અને ઉત્સવ જેવો માહોલ છે. દિવાળી સમયે વધુ એક દિવાળી ઉજવવા માટે કરોડો ભારતીય તૈયાર છે એવામાં સુરતીઓ પણ પાછળ રહ્યા ન હતા. બપોરે મેચ શરૂ થવાની સાથે જ શહેરના રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ લોકોએ પરિવાર અને મિત્રો સાથે મેચ નિહાળી હતી.

સુરતમાં વર્લ્ડ કપ ક્રિકેટ જોવા માટે લોકોમાં જબરજસ્ત ફીવર જોવા મળ્યો હતો. લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે મેચ નિહાળવા માટે એક સ્થળે ભેગા થયા હતા. કેટલીક જગ્યાએ મેચ જોવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરની વિવિધ સોસાયટીઓમાં, ફાર્મ હાઉસ અને થિયેટરમાં સ્પેશિયલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોએ પોતાના મકાનમાં બિગ સ્ક્રીન લગાવી સ્પેશિયલ સ્ક્રીનની વ્યવસ્થા કરી હતી.

Most Popular

To Top