Gujarat

ન.મો. સ્ટેડિયમમાં દીપિકા-રણવીર, અનુષ્કા સહિતના સેલિબ્રિટીઝનું આકર્ષણ, કિંગ ખાન પરિવાર સાથે હાજર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) આજે 19 નવેમ્બર રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે. બંને ટીમો 20 વર્ષ બાદ ફાઇનલમાં આમને-સામને આવી છે. ક્રિકેટ (Cricket) ઈતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે જેના પ્રત્યક્ષ સાક્ષી બનવા માટે સ્ટેડિયમમાં અનેક મોટી હસ્તીઓ હાજર છે. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી સ્ટેડિયમમાં હાજર છે. શાહરૂખ ખાન ગૌરીખાન, દિકરા આર્યન ખાન, અબરાહમ ખાન અને દિકરી સુહાના સાથે હાજર છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સ્ટેડિયમમાં હાજર છે. શનાયા કપૂર આશા ભોસલે પણ ભારતીય ટીમને ચીયર કરવા પહોંચ્યા છે.

ભારતીય સ્ટાર ખેલાડીઓની પત્નીઓ નમો સ્ટેડિયમમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. અનુષ્કા શર્મા, અથિયા શેટ્ટી અભિનેત્રીઓ અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર છે. સાથે જ રવિન્દ્ર જાડેજાના પત્ની પોલિટિશ્યન રિવાબા સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. અનુષ્કા શર્મા સફેદ અને વાદળી મેક્સી ગાઉનમાં હંમેશાની જેમ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી પણ સ્ટેડિયમમાં જોવા મળી હતી. અભિનેત્રી સફેદ ટોપ, બ્લેક જીન્સ અને ગુલાબી લૂઝ શર્ટમાં જોવા મળી હતી. અભિનેત્રી કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ ફાઈનલની મજા માણવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ સિવાય બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન પણ મેચ જોવા માટે પત્ની ગૌરી ખાન સાથે સ્ટેડિયમ પહોંચ્યા હતા. વધુ એક તસવીરમાં આયુષ્માન ખુરાના અને સુહાના ખાન પણ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સાથે જોવા મળે છે. આ તસવીરમાં ચારેય સ્ટાર્સ મેચની મજા લેતા જોવા મળી રહ્યા છે.

સુહાના ખાન, આર્યન ખાન, શનાયા કપૂર, દીપિકા પાદુકોણ, અબરામ ખાન પણ મેચ જોવા સ્ટેડિયમમાં સાથે જોવા મળ્યા હતા. તસવીરમાં અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણે એકબીજાને હગ કર્યું હતું. ફાઈનલ મેચ દરમિયાન બંને સ્ટાર્સ ખુશીથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ સિંગર લેજન્ડરી આશા ભોસલે પણ ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે ચીયર કરતા જોવા મળ્યા હતા.

Most Popular

To Top