SURAT

વાઘેચા પાસે તાપી નદીમાં સુરતના વરાછાનો યુવક ડૂબ્યો

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના વાઘેચા ગામે તાપી નદીમાં (Tapi River) પાણીમાં ચાલીને જતા યુવકનો પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. 6 યુવકો સુરતના વરાછા વિસ્તારમાંથી (Varacha Area) વાઘેચા ફરવા માટે આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બારડોલી નગરપાલિકા ફાયરની ટીમે યુવકની શોધખોળ આદરી હતી.

  • છ યુવકોએ મંદિરમાં દર્શન કર્યા બાદ ફરવા નીકળ્યા, નદીમાં ચાલીને પસાર થતી એક યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો
  • ગભરાયેલા મિત્રોએ બમાબૂમ કરતા સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી

આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સંજવાપુર ગામના અને હાલ સુરત શહેરના વરાછાની સતાધાર સોસાયટીમાં રહેતા બીપીનભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વર્ષ 26) રવિવારના રોજ બે મોટર સાયકલ લઈને પોતાના મિત્રો વનરાજભાઈ ગોવિંદભાઈ વાજા (ઉ.વર્ષ 22), કૌશિકભાઈ વાળા, ભરતભાઈ બામણિયા, અજયભાઈ કુંભાણીયા, અને રોહિતભાઈ બામણિયા સાથે બારડોલી તાલુકાના વાઘેચા ગામે આવેલા મંદિરે દર્શનાર્થે ગયા હતા. જ્યાં દર્શન બાદ બધા મિત્રો મંદિર નજીકથી પસાર થતી તાપી નદીમાં ફરવા માટે ગયા હતા. નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વનરાજનો પગ લપસી જતા તે નીચે પડતા ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. ગભરાયેલા મિત્રોએ બમાબૂમ કરતા સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. બાદમાં મંદિરના ટ્રસ્ટીઓએ કડોદ આઉટ પોસ્ટમાં જાણ કરતા બારડોલી ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ હાથ ધરી હતી.

અલથાણમાં બુલેટ રેલિંગ સાથે અથડાતા બે પૈકી એક યુવાનનું મોત
સુરત : અલથાણથી નાસ્તો કરીને પરત ફરી રહેલા બે યુવાનો પૂરપાટ બૂલેટ ચલાવતી વખતે અલથાણની ખાડી પાસે આવેલી રેલીંગ સાથે અથડાયા હતા. પૂરપાટ બુલેટ હાંકતા યુવાનો પૈકી એકનું સ્થળ પર મોત થયુ હતુ. જ્યારે બીજાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે. આ મામલે જાણવા મળેલી વિગત અનુસાર પાંડેસરા શૃગલ હોસ્મમાં રહેતા વિક્કી ઉર્ફે અવધેશ કશ્યપ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દરમિયાન ચાર મિત્રો પૈકી બે મિત્રો ઋત્વિક (ઉ. વર્ષ 21 રહેવાસી શૃગલ સોસાસટી, પાંડેસરા) બૂલેટ પર બેસીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બૂલેટ પૂરપાટ દોડતા ફંગોળાયુ હતુ. બૂલેટ પર પાછળ બેસેલા ઋત્વિકનું સ્થળ પર મોત નીપજ્યુ હતુ. જ્યારે વિક્કીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top