World

“અમે ભૂખે મરી રહ્યા છીએ” – શાંઘાઈમાં ઘરોમાં કેદ લોકો પાડી રહ્યા છે ચીસો

શાંઘાઈ: ચીન(Chine)માં કોરોના(Corona)ને લઈને પરિસ્થિતિ વણસી રહી છે. કોરોનાનાં નવા વેરિયન્ટે તબાહી મચાવી છે. કોરોનાની મહામારીમાં સૌથી ખરાબ સમયથી હાલ ચીન પસાર થઇ રહ્યું છે. ચીનમાં સૌથી વધુ સંક્રમિત શાંઘાઇ(Shanghai) શહેર છે. જે ચીનની રાજધાની કહેવાઈ છે. પરંતુ આજે આ શહેરમાં કડક લોકડાઉન(Lock Down) લાગુ કરી દેવાયું છે. જેના પગલે લોકો ખાવા-પીવા માટે વલખાં મારી રહ્યા છે.

શાંઘાઈમાં કોરોનાને લઈ પરિસ્થિતિ બગડી રહી છે. 2.6 કરોડની આબાદીવાળા શહેરમાં લોકો લોકડાઉનના કારણે ભયાનક રીતે ચીસો પાડી રહ્યા છે કે,”અમે ભૂખે મરી રહ્યા છીએ” “અમે ઘણા લાંબા સમયથી ખાધું નથી” “અમે ખરેખર ભૂખે મરી રહ્યા છીએ”. શાંઘાઇમાં એક દિવસમાં સંક્રમણના 24,944 નવા કેસ સામે આવ્યા છે. અંદાજે 11 હજાર દર્દીઓને રજા આપવામાં આવી છે. પરંતુ સત્તારૂઢ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી માટે રવિવારના રોજ ઉદાસી ભરેલી સ્થિતિ રહી હતી કારણ કે, શાંઘાઇમાં એક દિવસમાં સંક્રમણના 24,944 નવા કેસ સામે આવ્યા હતાં. જે સતત નવમાં દિવસે મહામારીના કેસોનો એક નવો રેકોર્ડ છે. ચાઇનાના સમાચાર પત્રનાં જણાવ્યાં અનુસાર, ચીનની વાણિજ્યિક અને આર્થિક રાજધાની શાંઘાઇમાં મહામારીની હાલની લહેર દરમ્યાન અત્યાર સુધી સંક્રમણના 1,79,000 કેસો સામે આવી ચૂક્યાં છે.

બારીમાંથી બહાર તરફ લોકો બુમ પાડી રહ્યા છે
સોશિયલ મીડિયા પર શાંઘાઇના અનેક વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. આ વિડીયોમાં લોકો કેવી રીતે ખાવા-પીવા માટે અને દવા માટે તડપી રહ્યાં છે તે સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. ઘરોમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. ત્યારે લોકો પોતાની બાલ્કની અને બારીમાંથી બહારની તરફ જોતા દેખાઇ રહ્યાં છે. ગુસ્સેથી ભરાયેલી જનતા બૂમો પાડીને સરકારનો વિરોધ કરી રહી છે. જો કે, સરકારે પણ વળતા જવાબમાં કહ્યું કે, ‘આઝાદીની તમારી ઇચ્છાને દબાવીને રાખો.’

લોકો પર નજર રાખવા સરકારે ડ્રોન તૈનાત કર્યા
લોકો પર નજર રાખવા માટે અને તેઓ સુધી મેસેજ આપવા માટે સરકારે ડ્રોન તૈનાત કર્યા છે. સરકારે તો એટલે સુધી કહી દીધું છે કે, લોકો પોતાની બારીઓ પણ ન ખોલે, તેનાથી પણ મહામારી ફેલાઇ શકે છે. ચીનના એક સમાચાર પત્રએ પ્રસારિત કરેલા અહેવાલમાં કહ્યું હતું કે, ક્ષેત્ર સંબંધિત અધિકારી દર્દીઓને ઘરે જવાની પરવાનગી આપશે અને અધિકારીઓને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવાની રહેશે. શાંઘાઇ જનસ્વાસ્થ્ય આયોગના વરિષ્ઠ અધિકારી વૂ કિયાનયૂએ મીડિયાને રવિવારના રોજ જણાવ્યું હતું કે, દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે. અને તેઓ પર વધારે નિયંત્રણ નહી લગાવવામાં આવે.

શાંઘાઈમાં બાળકો પણ કોરોના પોઝીટીવ
શાંઘાઈમાં બાળકો પણ કોરોના સંક્રમિત બન્યા છે. તેઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આ તમામ બાળકોને એક સાથે હોસ્પિટલોમાં લોક કરી દેવામાં આવ્યા છે. બાળકો માતા-પિતા વિના જ એકલા જ આ મહામારી સામે લડી રહ્યા છે. સંક્રમિત થયેલા બાળકોમાં એવા બાળકોનો પણ સમાવેશ થાય છે કે જેઓ પુરા એક વર્ષનાં પણ નથી. જે બાળકોને પોતાના માતા-પિતાની સારસંભાળની જરૂર હોય. આ બાળકો સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી માતાપિતાને સાથે આવવાની પણ મંજૂરી આપવામાં આવી નથી.

Most Popular

To Top