Dakshin Gujarat

સેલવાસમાં ડિમોલીશન કામગીરી દરમિયાન આધેડના મોત બાદ ગ્રામજનોનું ચક્કાજામ

સુરત: (Surat) સંઘપ્રદેશ સેલવાસના આમળી વિસ્તારના રીંગરોડને (Ring Road) લાગુ પડતી 33650 ચો.મી. જમીન પ્રશાસન દ્વારા ટ્રાન્સપોર્ટ નગર (Transport Nagar) બનાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, આ જમીન (Land) પર છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરતા લોકોને જમીન ખાલી કરવા પ્રશાસન દ્વારા વારંવાર નોટિસ (Notice) પાઠવી હતી. તેમ છતાં લોકોએ જમીન ખાલી નહીં કરતાં એક અઠવાડિયા પહેલા જ સેલવાસના મામલતદાર અને તેમની ટીમ ટ્રાન્સપોર્ટ નગરની જમીન પર જઈને જેસીબીની (JCB) મદદથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. દરમ્યાન એક આધેડે જ્વલનશીલ પદાર્થ છાંટી પોતાની જાતને આગ (Fire) લગાડી દીધી હતી. આધેડનું મોત થતાં લોકોએ ચક્કાજામ કર્યું હતું.

  • સેલવાસમાં ડિમોલીશન કામગીરી દરમિયાન આધેડના મોત બાદ ગ્રામજનોનું ચક્કાજામ
  • રીંગરોડની જમીન પર ટ્રાન્સપોર્ટ નગર બનાવવા પ્રશાસને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી
  • પોતાનું મકાન તૂટતા એક મકાન માલિકે અગન પિછોડી ઓઢી લીધી હતી

જ્યાં લોકો દ્વારા ભારે વિરોધ કરતાં 17 નવેમ્બરનાં રોજ બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવા ટીમ પહોંચી હતી. જ્યાં એક મકાન માલિક જયંતી બરફ (ઉવ.52) પોતાનું મકાન તૂટી રહ્યું હોવાને લઈ પેટ્રોલ જેવા જ્વલંતશીલ પદાર્થને પોતાના પર છાંટી અગન પિછોડી ઓઢી લીધી હતી. જ્યાં તેને તુરંત સારવાર અર્થે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક અઠવાડિયાની સારવાર બાદ તેનું શનિવારે મોત નિપજ્યું હતું. જે બાદ પરિવારના સદસ્યો અને ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો. રવિવારે પરિવારના સદસ્યો પૈકી મહિલાઓ અને મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનો જયંતી બરફનો મૃતદેહ લેવા વિનોબા ભાવે હોસ્પિટલ ખાતે જાય એ પહેલા તેમણે રીંગરોડ સ્થિત રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. જેને લઇ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ઘટનાની જાણ તુરંત સેલવાસ પોલીસને થતાં પોલીસની એક ટીમ સ્થળ પર આવી ચક્કાજામ કરીને રસ્તા પર બેઠેલા લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. અંતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને સમજાવાતા લોકો શાંત થયા હતા. પરિવારના સ્વજનની લાશને લેવા હોસ્પિટલ સ્થિત પહોંચ્યા હતા. ત્યારબાદ જ્યંતી બરફની અંતિમવિધિ કરાઈ હતી. સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. પરિવારના સદસ્યો દ્વારા મકાનની અવેજીમાં બીજા મકાનની જ માંગ કરી છે.

Most Popular

To Top