SURAT

તાપીમાંથી પુત્રવધૂ અને પૌત્રીની લાશ મળ્યાની વાત સાંભળી સાસુએ પણ..

સુરત: (Surat) મક્કાઈ પુલ પાસે ગઈકાલે એક અજાણી મહિલાના કમરના ભાગે બાંધેલી બાળકી સાથેના મૃતદેહ (Dead Body) મળી આવ્યા હતા. મહિલાની ઓળખ થઈ જતા તે ડિંડોલીની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મહિલાને વતનમાં હાલ ગરમી (Summer) વધારે હોવાથી તેની સાસુએ (Mother-in-law) ચોમાસામાં (Monsoon) જવાનું કહેતા માઠુ લાગી આવવાથી આ પગલું ભર્યું હોવાનું પોલીસ (Police) તપાસમાં જાણવા મળ્યું છે.

  • તાપીમાંથી મળેલી અજાણી મહિલા અને બાળકીની ઓળખ થઈ
  • વતન જવા માંગતી પરિણીતાને સાસુએ હાલ ગરમી હોવાથી જવાની ના પાડતા અંતિમ પગલું ભર્યું
  • સાસુએ હાલ વતનમાં વધારે ગરમી હોવાથી ચોમાસા જજે તેમ કહ્યું હતું
  • ગત 7 તારીખે મહિલા બાળકીને લઈને ઘરેથી નીકળતી સીસીટીવીમાં કેદ

મળતી માહિતી મુજબ ડીંડોલી કરાડવા રોડ નજીકના પ્રાયોસા પાર્કમાં રહેતા સાગરભાઇ દૈવે સહિત પરિવારે આજે સવારે સમાચાર પત્રોમાં એક અજાણી મહિલા અને તેની બાળકીની લાશ મળી હોવાના સમાચાર જોતા તેઓ નવી સિવિલમાં દોડી ગયા હતા. સાગરભાઈની પત્ની દિપાલી (ઉ.વ.25) અને બે વર્ષની બાળકી ક્રિષ્ણા ગત 7 તારીખે ઘરેથી જતા રહ્યા હતા. સાગરભાઈ પોતે ઇલેક્ટ્રિશિયન લેબર કોન્ટ્રાક્ટર તરીકે સર્કિટ હાઉસમાં કામ કરે છે. 15 દિવસ પહેલા દિપાલીની નાની બહેન સુરત ફરવા આવી હતી.

બનાવના થોડા સમય પહેલા જ સાગરના સસરા તેની નાની પુત્રીને વતન લઈ જવા સુરતમાં આવ્યા હતા. તે સમયે સસરાએ સાગરને દીપાલીને પણ સાથે લઈ જવાની વાત કરી હતી. પણ સાગરે અને દિપાલીની સાસુએ મહારાષ્ટ્રમાં વધારે પડતી ગરમી હોવાના કારણે અત્યારે નહીં ચોમાસામાં જજે તેમ કહ્યું હતું. આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં દિપાલી ઘરે મોબાઈલ અને મંગળસૂત્ર મૂકીને તેની પુત્રી ક્રિષ્નાને લઈને ચાલી ગઇ હતી. અને ગઈકાલે બંનેની લાશ મળી આવી હતી.

વહુ અને નાતીના મોતના સમાચાર સાંભળી સાસુએ આપઘાતનો પ્રયાસ કર્યો
દિપાલી અને તેની પુત્રી ક્રિષ્નાનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના અંગે ન્યૂઝપેપરમાં વાંચતા ઘટનાની જાણ થઈ હતી. જેથી સાગરની માતા 49 વર્ષિય વિમલબેન ઘરની રૂમનો દરવાજો બંધ કરી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આસપાસના લોકો એકઠા થઈને દરવાજો તોડી તેમને બચાવી લીધા હતા.

Most Popular

To Top