SURAT

વીકમાં 6 દિવસ સ્ટાર એરને સુરતથી ભુજના સ્લોટની મંજૂરી

સુરત: (Surat) સંજય ઘોડાવત ગ્રુપની એરલાઈન્સ સ્ટાર એરની (Star Air) સુરતથી ભુજની ફ્લાઈટનું (Flight) શિડ્યુલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂર કર્યું છે. સ્ટાર એર અત્યારે સપ્તાહમાં ત્રણ દિવસ બેલગાવી-સુરત-કિશનગઢ (અજમેર) અને કિશનગઢ-સુરત-બેલગાવીની ફ્લાઈટ સફળતાપૂર્વક ઓપરેટ કરી રહ્યું છે.

  • વીકમાં 6 દિવસ સ્ટાર એરને સુરતથી ભુજના સ્લોટની મંજૂરી
  • એરલાઈન્સને 2 નવા જેટની ડિલિવરી સમયસર મળશે તો 15 એપ્રિલ પછી સુરત-ભુજ-સુરત ફ્લાઈટ શરૂ થશે

એરલાઈન્સએ અગાઉ પુણે-સુરત ફ્લાઇટ ચલાવવાની જાહેરાત કરી હતી. પણ કોરોનાને લીધે એ ફ્લાઇટ શરૂ થઈ શકી ન હતી. સ્ટાર એર દ્વારા 2 નવા 50 સીટર જેટ વિમાનનાં ઓર્ડર આપવામાં આવ્યા છે. જેની ડિલિવરી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મળવાની અપેક્ષા છે. આ બે પૈકી એક એરક્રાફ્ટ સુરત-ભુજ રૂટ પર ફાળવવામાં આવશે. જાણકારો કહે છે કે, જો એરક્રાફ્ટની ડિલિવરી સમયસર મળી જશે તો બેલગાવીથી આ ફ્લાઈટ અમદાવાદ જઈ અમદાવાદથી ભુજ અને ભુજથી સુરત આવી ફરી ભુજ પરત થશે અને ભુજથી અમદાવાદ પાછી આવી બેલગાવી જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભુજથી બપોરે 12:30 કલાકે ફ્લાઈટ ઉપડી 13:30 કલાકે સુરત આવશે. સુરતથી 14 કલાકે ઉપડી 15 કલાકે ભુજ પહોંચશે. બુધવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ આ ફ્લાઈટ ઓપરેટ થશે. આ ફ્લાઇટથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રહેતા કચ્છીઓ, કાપડના વેપારીઓ, પ્રવાસીઓને મોટો લાભ થશે. તેઓ એક દિવસનું કામ પૂર્ણ કરી ભુજથી સુરત આવી શકશે. એવી જ રીતે ભુજવાસીઓ પણ સુરત સાથે કનેક્ટ થઈ શકશે.

વડોદરા પાસે વરનામા – ઇટોલા સ્ટેશનો બ્લોકને કારણે 26-27 માર્ચે કેટલીક ટ્રેનો રદ
સુરત-વાપી: વડોદરા પાસેના વરનામા – ઇટોલા સ્ટેશનો પર તા. 26મી અને 27મી માર્ચના રોજ એન્જિનિયરિંગ બ્લોકને લીધે કેટલીક ટ્રેનોને અસર થશે. રેલ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડોદરા પાસેના વરનામા-ઇટોલા સ્ટેશનો પર 26 માર્ચ, 2023 ના રોજ એન્જિનિયરિંગ બ્લોક લીધેલો હોવાથી કેટલીક ટ્રેનો કેન્સલ થશે, કેટલીક ટ્રેનો આંશિક રૂપે કેન્સલ થશે અને કેટલીક ટ્રેનો રેગુલેટ (મોડી) કરાશે. કેન્સલ થયેલી ટ્રેનો માં ટ્રેન નં.09161 વલસાડ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ કેન્સલ થશે. ટ્રેનનં.09162 વડોદરા-વલસાડ પેસેન્જર સ્પેશિયલ કેન્સલ થશે. જ્યારે રસ્તામાં મોડી આવનારી ટ્રેનોમાં ​ટ્રેન નં.19020 હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 01 કલાક 15 મિનિટ મોડી આવશે. ​ટ્રેન નં.16209 અજમેર-મૈસૂર એક્સપ્રેસ 20 મિનિટ મોડી આવશે. ​ટ્રેન નં.14807 ભગત કી કોઠી-દાદર એક્સપ્રેસ 10 મિનિટ મોડી આવશે.

કેન્સલ થયેલી ટ્રેનોમાં ટ્રેન નં.09161 વલસાડ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ કેન્સલ થશે. ટ્રેનનં.09162 વડોદરા-વલસાડ પેસેન્જર સ્પેશિયલ કેન્સલ થશે. જ્યારે આંશિક રીતે કેન્સલ થયેલી ટ્રેનમાં ​ટ્રેન નં.22953 મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસને મુંબઇ સેન્ટ્રલથી ભરૂચ સુધી ચલાવાશે. આ રીતે આ ટ્રેન ભરૂચ-અમદાવાદ વચ્ચે આંશિક રૂપે કેન્સલ થશે. ઉપરાંત રસ્તામાં મોડી થનારી ટ્રેનોમાં ટ્રેન નં.12656 નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ 20 મિનિટ મોડી દોડશે.

Most Popular

To Top