SURAT

દક્ષિણ ગુજરાત યુનિ.ની સેનેટ ચૂંટણી હંગામેદાર, ધારુકાવાળા કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (South Gujarat University) રવિવારે યોજાયેલી સેનેટની ચૂંટણી (Senate Election) હંગામેદાર રહી હતી. ધારુકા કોલેજમાં વોટિંગ પ્રક્રિયા દરમિયાન એબીવીપીના ઉમેદવાર વોટીંગ બુથમાં હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને પગલે આમ આદમી પાર્ટીના સમર્થક ઉમેદવારની ટીમ ધારૂકારાવાલા કોલેજમાં ધસી ગઈ હતી. બંને પક્ષના સમર્થકો વચ્ચે કેમ્પસમાં જ છુટ્ટાહાથની મારામારી શરૂ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વિદ્યાર્થીઓને શાંત કર્યા હતાં.

  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીના મતદાનમાં બબાલ
  • ધારુકાવાલા કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ
  • ABVP અને AAPની વિદ્યાર્થી પાંખ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે રવિવારે મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોના સમર્થક વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) તેમજ આપની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) એ ચુંટણી પોતાની દાવેદારી નોંધાવી હતી. જેને પગલે બંને વિદ્યાર્થી પાંખના સમર્થકો પણ મોટી સંખ્યામાં મતદાનમાં જોડાયા હતા. જોકે મતદાનને લઈને બંને વિદ્યાર્થી પાંખના સમર્થકો વચ્ચે ચકમક થઈ હતી. તો ધારૂકાવાળા કોલેજમાં છુટ્ટાહાથની મારામારી થતા પોલીસ બોલાવવી પડી હતી. યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ધારૂકાવાળા કોલેજ ખાતે બોગસ મતદાન થયું હોવાની શંકા જતા આમ આદમી પાર્ટીના સમર્થક મતદારો ત્યાં પહોંચી ગયા હતા. તેમજ અન્ય સમર્થક પણ તાલુકા કોલેજમાં જતા ત્યાં પણ વિદ્યાર્થી સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી.

મતદાનને લઈને પાટીદાર ગઢ ગણાતી એવી ધારૂકાવાલા કોલેજના કેમ્પસમાં મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. મળતી માહિતી મુજબ વિશાલ વસોયાના સમર્થનમાં સિવાયએસએસના સમર્થકો કેમ્પસમાં ધસી જતા મામલો ઉગ્ર બન્યો હતો. ચૂંટણીમાં પાસના સમર્થકો પણ કેમ્પસમાં સક્રિય દેખાયા હતા. વિશાલ વસોયા પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય હોવાને કારણે પાસની ટીમ પણ તેના સમર્થનમાં જોડાઈ હતી.

Most Popular

To Top