SURAT

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: સાથે શરૂ થશે તહેવારોની મૌસમ

સુરત: (Surat) ગુરૂવારે દિવાસો ઉજવાયા બાદ શુક્રવાર તારીખ 29 જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનો (Shravan Mas) શરૂ થઈ રહ્યો હોય ભગવાન શિવજીની આરાધના માટે શ્રેષ્ઠ ગણાતા આ મહીનામાં શિવભકિતનો માહોલ પુર્ણકળાએ ખીલશે છે. વળી આ મહિનાથી ઉત્સવોની (Festival) શરૂઆત પણ થાય છે. શ્રાવણ મહિનાનું ધર્મગ્રંથોથી લઇને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્ત્વ છે. શિવપુરાણ કહે છે કે આ મહિનો શ્રવણ કરવાનો એટલે સાંભળવાનો છે, એટલે તેનું નામ શ્રાવણ છે. આ આખો મહિનો જ શિવજીને સમર્પિત છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી.

તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રકટ થયા અને દેવીની ઇચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું. શ્રાવણ મહિનો શિવજીને પ્રિય હોવાના બે ખાસ કારણો પણ છે. પહેલું, આ મહિનાથી દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું. બીજું, દેવી સતીના મૃત્યુ આ મહિનામાં જ રક્ષાબંધન, સ્વતંત્રતા પર્વ, સાતમ-આઠમ, જનમાષ્ટમી સહીતના તહેવારો આવતા હોવાથી પણ આ મહિનો તહેવારોનો મહીનો ગણાય છે. આગામી 10મી તારીખે રક્ષાબંધન, ત્યાર બાદ 15મી ઓગષ્ટ, ત્યાર બાદ 16 ઓગષ્ટના રોજ પારસી નવુ વરસ, 15મી તારીખે બોળ ચોથ,16મીએ નાગ પાચમ, 17મીએ રાંધણ છઠ્ઠ18મીએ સાતમ અને 19મી તારીકે જનમાષ્ટમી, વગેરે તહેવારો અને વ્રતો આવશે. છેલ્લા બે વર્ષથી કોરોનાકાળને કારણે આ તમામ તહેવારો મન મુકીને ઉજવી શકાયા નહોતા તેથી આ વખતે શહેરીજનોમાં મુકતમને તહેવારો ઉજવવાનો થનગનાટ જોવા મળી રહયો છે.

શ્રાવણ મહિના તહેવારો શરૂ, હવે છેક દિવાળી સુધી તહેવારો જ તહેવારો
શ્રાવણથી કારતક મહિનાના 103 દિવસોમાં 73 દિવસ એવા રહેશે, જ્યારે મોટા વ્રત અને પર્વ ઉજવાશે. શ્રાવણમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી. ભાદરવામાં કેવડા ત્રીજ, 10 દિવસ ગણેશ ઉત્સવ, પૂનમ અને 15 દિવસ શ્રાદ્ધ રહેશે. આસો મહિનામાં 9 દિવસ નવરાત્રિ, દશેરા, શરદ પૂનમ, કડવા ચોથ, પુષ્ય નક્ષત્ર, 5 દિવસ દિવાળી, દેવઊઠી એકાદશી ઉજવાશે. કારતક મહિનામાં દેવ દિવાળી ઉજવાશે. આ પર્વ સાથે જ ચારેય મહિનામાં એકાદશી, ચોથ, પ્રદોષ અને અન્ય ખાસ તિથિઓ પણ રહેશે. આ પ્રકારે શ્રાવણથી કારતક મહિના સુધી અનેક મોટા વ્રત અને પર્વ રહેશે.

શ્રાવણમાં વ્રત-ઉપવાસનુ સ્વાસ્થની દ્રષ્ટીએ પણ મહત્વ
શ્રાવણમાં આપણાં પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે ખાનપાનનં ખાસ ધ્યાન રાખવું. આ મહિનામાં વ્રત-ઉપવાસ કરવા જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ અનાજ છોડીને માત્ર ફળાહાર કરવો જોઈએ. મોટાભાગે લોકો શ્રાવણના દરેક સોમવારે ઉપવાસ રાખે છે. આયુર્વેદના ગ્રંથ ચરક સંહિતના સૂત્રસ્થાનમ અધ્યાયમાં વ્રત-ઉપવાસ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આયુર્વેદમાં રોગોનો ઉપચાર 6 રીતે થાય છે. લંઘન. બૃંહણ, રૂક્ષણ, સ્નેહન, સ્વેદન અને સ્તંભન. આ 6 વિધિઓમાં લંઘન ખૂબ જ ખાસ છે. લંઘનના પણ દસ પ્રકાર છે. જેમાં 10 પ્રકારના ઉપવાસ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. ઉપવાસથી પેટને લગતી અનેક બીમારીઓ દૂર થાય છે. શ્રાવણમાં યોગ-પ્રાણાયમથી સ્વાસ્થ્ય સારું રહે છે.

Most Popular

To Top