SURAT

સુરત: સાતમાં પગાર પંચ, ગ્રેડ પે જેવા મુદ્દે સુરત સહિત 6 જિલ્લાના શિક્ષકોની મહારેલી

સુરત: રાજ્યમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરવા 7 જિલ્લાના શિક્ષકો આજે સુરત (Surat) ખાતે એકઠા થયા છે. સુરતમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ (National Educational Association) દ્વારા સુરત જિલ્લામાં શિક્ષકોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એક મહાનગર બે પાલિકા સહિત 6 જિલ્લાઓના શિક્ષકો આ રેલીમાં જોડાયા હતા. આ તમામ લોકો કલેક્ટર કચેરી પહોંચી આવેદન પત્ર આપી પોતાની માંગણી સરકાર સમક્ષ રજૂ કરશે. આ રેલીમાં 200થી વધુ શિક્ષકો જોડાયા હોવાની માહિતી મળી રહી છે.

  • સુરત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ દ્વારા મહારેલીનું આયોજન
  • આ મહારેલીમાં સુરત મહાનગર સહિત અન્ય છ જિલ્લાઓના શિક્ષકો એકઠા થયા છે
  • 7 પગાર પંચ, 4200 ગ્રેટ પે, અને જૂની પેન્શન યોજના ને લઈને મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે
  • આ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગમાં 200 થી વધુ શિક્ષકો જોડાયા છે

સુરતના અથવાલાઈન્સ ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાતમાં પગાર પંચ, ગ્રેડ પે, જૂની પેન્શન યોજના જેવા મુદ્દા લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 7 જિલ્લાના 200 જેટલા શિક્ષકો જોડાયા છે.

શિક્ષક સ્વભિમાન રેલી જિંદાબાદ
જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા, તેમજ શિક્ષકોને પણ સાતમાં પગાર પંચનો લાભ મળે અને 4200 રૂપિયા ગ્રેડ પે મળે તેવા મુદ્દા સાથે શિક્ષકો બેનરો અને પોસ્ટરોને લઈને રેલી યોજી હતી. જેમાં શિક્ષકો દ્વારા શિક્ષક સ્વભિમાન રેલી જિંદાબાદના નારા લગાવ્યા હતા. તેમજ કર્માચારી એક હી પૂકાર, પુરાની પેન્શન દે સરકાર, કહો દિલ સે 4200 રૂપિયા ફિર સે, જેવા નારા સાથે રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી.

Most Popular

To Top