SURAT

સુરતમાં અંગ્રેજી ઓછું આવડતું હોવાથી પિતાએ પુત્રની મદદ લીઘી અને પોલીસ પકડી ગઈ

સુરત: વરાછા (Varacha) મીની બજાર પાસેથી વરાછા પોલીસે (Police) ઓનલાઈન ક્રિકેટ પર સટ્ટો રમવા માટે આઈડી પાસવર્ડ આપતા પિતા-પુત્રને પકડી પાડ્યા હતા. પિતાને અંગ્રેજી (English) નહીં આવડતું હોવાથી તે પુત્રની મદદ લેતો હતો. વરાછા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે કઠોદરા ખાતે રહેતો કાનજી ભુવાજી નામનો વ્યક્તિ તેના પુત્ર સાવન સાથે મળીને મોબાઈલમાં નાઈઝબીટ નામની વેબસાઈટ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમવા માટે આઈડી પાસવર્ડ આપતા હોવાની બાતમી મળી હતી. અને આ પિતા પુત્ર સટ્ટો પણ રમાડતા હોવાની અને હાલમાં મિનીબજાર જેડી રેસ્ટોરેન્ટ પાસે ઊભા હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે કાનજીભાઈ ઉર્ફે ભુવાજી લાલજી સખીયા (ઉં.વ.44) (રહે.,શિવાની રો હાઉસ, કઠોદરા, કામરેજ તથા મૂળ જામનગર) અને તેના પુત્ર સાવનને પકડી પાડ્યો હતો. સાવનના હાથમાં રહેલો મોબાઈલ ચેક કરતાં તેમાં નાઈઝબીટ9.કોમ નામની વેબસાઈટ ઓપન હતી. ભુવાજીને પૂછતાં તેણે ઓનલાઈન ક્રિકેટ રમતાં ગ્રાહકોનો સંપર્ક કરતા હતા. તેમને અંગ્રેજી ઓછું આવડતું હોવાથી પુત્ર સાવનની મદદ લેતો હતો. અને તેની મદદથી ગ્રાહકો પાસેથી ઓનલાઈન પૈસા મેળવી ગ્રાહકોને નાઈઝબીટ9.કોમ નામની આઈડીમાંથી યૂઝર નેમ પાસવર્ડ બનાવીને આપતા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ, મોબાઈલ મળીને 9850 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો.

કાચ ફીટીંગનું કામ કરતા યુવકે રોકાણ કરી 10 ટકા મેળવવાની લાલચમાં 1.71 લાખ ગુમાવ્યા
સુરત : બેગમપુરા ખાતે રહેતા અને કાચ ફીટીંગનું કામ કરતા યુવકે ગુગલ બ્રાઉઝર પર સિમેન્સ જેમ્સ એપ ડાઉનલોડ કરી તેમાં સોલર પેનલના નામે રોકાણ કરી 10 ટકા રૂપિયા મહિનાના મેળવવાની લાલચે 1.71 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. મહિધરપુરા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. બેગમપુરા ખાતે કાદરી એપાર્ટમેન્ટમાં રહેતો 25 વર્ષીય હમ્જા ફિરોજભાઈ પિત્તલવાલા એમ.એફ.ગ્લા નામથી કાચ ફીટીંગનું કામ કરે છે. ગત 28 ઓગસ્ટે તેના મિત્ર અબદેલી રિંગનોદવાલાએ તેને પોતે સિમેન્સ જેમ્સ નામની એક અપમાં રૂપિયા રોકતો હોવાનું કહ્યું હતું.

આ એપમાં એક સ્કીમ મુજબ જે રૂપિયા રોકાણ કરીએ તે રૂપિયા સોલર પેનલ ઉપર કરે અને રોકાણ ઉપર 10 ટકા રીટર્ન મળશે તેવું કહ્યું હતું. આ એપ ગુગલ બ્રાઉઝરમાં જઈને ડાઉનલોડ કરવી પડશે તેવું કહ્યું હતું. બાદમાં અબદેલીએ તેના ફોનમાંથી હમ્જાના મોબાઈલ પર આ એપની લીંક મોકલી હતી. હમ્જાએ આ એપ ડાઉનલોડ કરીને સ્કીમ મુજબ વસ્તુઓમાં રોકાણ કરી ડબલ રૂપિયા મેળવવાની લાલચે સોલાર પેનલને લગતી સ્કીમમાં 4500 રૂપિયા રોકાણ કર્યા હતા. બાદમાં 59900 રૂપિયા અને પછી તબક્કાવાર કુલ 1.71 લાખ રૂપિયા રોકાણ કર્યા હતા. રોકાણ બાબતે તે અપડેટ લેતો હતો. જેમાં રોકાણ વધીને 2.22 લાખ જેટલુ થયાનું બતાવતું હતું. બાદમાં 3 નવેમ્બરે તેને અપડેટ જાણવા એપ ખોલીને જોઈ તો એપ ખુલી નહોતી. જેથી તેની સાથે છેતરપિંડી થયાનું ધ્યાને આવતા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top