SURAT

ડાયમંડ, ટેક્સટાઈલ, બ્રિજ સિટી, ડ્રીમ સિટી બાદ હવે સુરત IT ક્ષેત્રના નામથી ઓળખાશે- PM મોદી

સુરત: (Surat) સુરત શહેરમાં રોડ શો યોજાયા બાદ રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મોટા વરાછા ખાતે જાહેરસભાનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દુનિયાના મોટા 10 દેશોમાં સુરત શામેલ છે અને આ ગર્વ લેવા જેવી વાત છે. સુરતના લોકો ભવિષ્યની (Future) દુનિયાને સમજે છે. તેની તાકાત શું છે તમે તેનો ગર્વ કરી શકો છો. સુરતના જુવાનિયાઓને સલામ કે તેઓ આઈટી (IT) ક્ષેત્રે પણ આગળ વધી રહ્યા છે. 25 કિલોમીટર લાંબો જનસાગર મને આશીર્વાદ આપવા નિકળ્યો હતો. આ આશીર્વાદને કારણે મને ઉર્જા આવે છે. અને આના લીધે જ સમગ્ર દિવસ દેશની સેવા કરવા માટે ઉર્જા મળે છે. મોદીએ કહ્યું કે આ શહેર પુરાતન છે એટલું છે એટલું જ ભવિષ્યને જોનાર, સમજનાર છે.

દુનિયાનો સૌથી ઉંચો પુલ, સડક, સ્ટેચ્યુ, સોલાર હાઈબ્રીડ પાર્ક આપણે બનાવ્યો છે. આપણા ડિજીટલ ઇન્ફ્રાસ્ક્ચરને કારણે આખી દુનિયાના 40 ટકા ડિજીટલ લેણદેન ભારતના જુવાનિયાઓ કરે છે. હવે ભારતમાં બુલેટ ટ્રેન આવશે. સુરતવાળાને મુંબઈ જવું ખુબ સહેલું થશે. નવી લોજીસ્ટીક પોલીસી લાવવામાં આવશે. આ બધાનો લાભ સુરતના જવાનીયાઓ લેશે અને તે હિંદુસ્તાનનું ભવિષ્ય ગઢશે. જે તેજ ગતિથી દુનિયા ચાલી રહી છે તેનો લાભ સુરત સૌથી વધારે લઈ રહ્યું છે. એક સમયમાં ગુજરાત ટ્રેડિંગ સેક્ટર ગણાતું તેની જગ્યાએ આજે ગુજરાત મેન્યુફેક્ચરિંગ સ્ટેટ બની ગયો છે. ગુજરાતમાં હવે વિમાન બનશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુરતની ક્ષમતા શું છે તે તો જુના જમાનામાં અંગ્રેજો પણ સમજી ગયા હતા. અને તેથી જ તેઓ સૌથી પહેલા સુરત આવ્યા હતા. સુરત કોઈપણ વાર પગ વાળીને બેઠું નથી. આ જ તેની શક્તિ છે. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, બ્રિજ સિટી, ડ્રીમ સિટી બાદ હવે સુરત આઈટી હબ બનવા જઈ રહ્યું છે. મોદીએ કહ્યું કે સુરત કોઈ એવો વિષય એવો નહી હોય જેમાં પાછળ હોય. મારું સૌભાગ્ય છે કે ગયા મહિને ભાવનગરમાં 500 દીકરીઓના સમૂહલગ્નમાં જવાનો મને અવસર મળ્યો હતો. ત્યાં પણ સુરતની સુવાસ દેખાતી હતી. ડાંગના જંગલમાં પણ સુરતની છાપ દેખાય છે. આધુનિક હોસ્પિટલ, રક્તદાનમાં રેકોર્ડ તોડતા વરાછામાં મારું સુરત દેખાય છે. મોટા સરોવરો પણ સુરત બનાવે, સ્કૂલ પણ બનાવે છે, સોલાર ક્ષેત્ર બધે જ સુરત આગળ છે. સુરતે સમાજ ભક્તિની ઉમદા પહેલ કરી છે.

રાજકીય સુરક્ષાનો મુદ્દાને ટાંકતા તેઓએ કહ્યું કે આજની પેઢીએ બોમ્બ બલાસ્ટ નથી જોયા. સુરતના લોકોને એવા લોકોથી સાચવવામાં માંગુ છું જેઓ આંતકવાદ ફેલાવી રહ્યાં છે. ખૂબ મુશકેલીથી અમે આ મુશ્કેલીમાંથી ગુજરાતને બચાવીને રાખ્યું છે. મુંબઈ હુમલો પછી કોંગ્રેસ સરકારએ હિંદુઓ પર સવાલ ઉભા કર્યાં. ભાજપ સરકાર આજે આતંકને દૂર રાખવાના તમામ પ્રયાસ કરી રહી છે. સુરતના જવાનિયા માટે ખાસ કે આ લોકોથી ચેતીને રહેજો. ગુજરાતને શાંતિ જોઈએ. વિકાસની ઉંચાઈઓ સર કરવા માંગે છે. અમે કોરોનાા સમયે 40 કરોડ લોકોના બેંક ખાતા ખોલ્યા. કોરોનાની મહામારીમાં પણ ગરીબોને ભૂલ્યા નથી. મફત વેકિસન. અમેરિકાની વસ્તી કરકતા 4 ગણા ડોઝ ભારતના લોકોને આપ્યા.

આજે સુરતમાં મેં જે દૃશ્ય જોયું તે અભિભુત કરનારું છે. હવે કહવાનું એટલું કે સુરત પોતાના રેકોર્ડ તોડે. વધુમાં વધુ મતદાન થાય. મારી આ ચુંટણીમાં તમારી પાસેથી અપેક્ષા છે કે એક વિકસિત ગુજરાત બને. વિકસિત ગુજરાતના રોડમેપને તૈયાર કરવા માટે મતદાનના જુના બધા રેકોર્ડ તોડે. મને દેખાઈ રહ્યું છે કે આખું દક્ષિણ ગુજરાત એકેય કમળ નહીં હારે. મારુ એક એક અગંત કામ કરશો? આપણા નરેન્દ્ર ભાઈ સુરત આયા તા.. અને તેમણે પ્રણામ પાઠવ્યા છે. મારા વતી ઘેર ઘેર પ્રણામ પાઠવજો. આ વડીલોના આશીર્વાદ મારી મોટામાં મોટી તાકાત છે.

Most Popular

To Top