SURAT

પાંડેસરા વડોદગામ નજીકથી રૂપિયા 31.55 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા, 6 વોન્ટેડ

સુરત: (Surat) પાંડેસરા (Pandesara) વડોદગામ નજીકના કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાટથી વડોદ જળ વિતરણ મથક તરફ જવાના રોડ ઉપરથી DCB એ વિદેશી દારૂની (Alcohol) અલગ-અલગ બ્રાન્ડની વિસ્કીની રૂપિયા 31.55 લાખની કિંમતનો 26544 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં પણ એક ટાટા આઇસર ટેમ્પો, 2 બલેરો, મારૂતી સુઝુકી સુપર કેરીયર વાન કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ (Police) અધિકારી R S પટેલે જણાવ્યું હતુ કે દારૂની ફેરાફેરીનું મોટું રેકેટ પકડાયું છે. દારૂનો જથ્થો નવા વર્ષની (New Year) ઉજવણી માટે લવાયો હોય એવી આશકા છે. બે આરોપીઓ પકડાયા છે હાલ તપાસ ચાલુ છે.

પોલીસે જણાવ્યું હતું કે, રેડ બાતમીના આધારે કરાઈ હતી. આ રેડમાં રૂપિયા 31,55520 ની કિંમતની 26544 બોટલ પકડાય છે. સાથે 4 મોબાઈલ રૂ. 40 હજારની કિંમતના તથા ટાટા આઇસર ટેમ્પો 1 રૂ. 12 લાખ તથા મહીન્દ્રા બોલેરો પિકપ વાન 2 રૂ. 14 લાખ તથા મારૂતી સુઝુકી સુપર કેરીય વાન 1 રૂ. 5 લાખ તથા મહીન્દ્રા XX1/500 ફોર વ્હીલ ગાડી 2 12 લાખ મળી કુલ રૂ. 74,95,520ની મત્તાનો મુદ્દામાલ કવજે લેવાયો છે. હાલ પોલીસે વોન્ટેડ જાહેર કરેલા આરોપીની શોધખોળ ચાલુ છું. દારૂનો જથ્થો દમણથી લવાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પકડાયેલ આરોપીઓ

(1) અઝીમુદ્દીન ઉર્ફે બચુ S/O નિઝામુદ્દીન હાફેઝ ઉ.વ.૩૯ હાલ રહે.ઘર નં.૬,મદિના સોસાયટી,સરસ રોડ, ઓલપાડ, તા.ઓલપાડ.જી.સુરત. મુળ રહે-ઠકકરબાપા વાસ, લક્ષ્મી સિનેમાની પાછળ, નવસારી

(2) અઝાન નસીમુદ્દીન હાફેઝ ઉ.વ.રર હાલ રહે.ઠકકરબાપા વાસ,લક્ષ્મી સિનેમાની પાછળ,નવસારી

વોન્ટેડ

(1) માલ મોકલનાર- ગીરીશ રહે.દમણ
(2) માલ મંગાવનાર- નસીમુદ્દીન ઉર્ફે આઝાદ નિઝામુદ્દીન હાફેઝ રહે.ઠકકરબાપા વાંસ,લક્ષ્મી સિનેમાની પાછળ નવસારી.તા.જી.નવસારી
(3) માલ મંગાવનાર – આકાશ ઉર્ફે ગોલી S/O બનાબસી પાંડા રહે.સી/3૦૧,કેદારનાથ એપાર્ટમેન્ટ, ભુમી કોમપ્લેક્ષ ની બાજુમાં અડાજણ સુરત.
(4) માલ મંગાવનાર સાગર ઉર્ફે વિક્કી રહે.વલસાડ
(5) માલ મંગાવનાર – રાજ મોદી રહે.લાલગેટ,સુરત
(6) આઇએસ ટેમ્પો તથા બોલેરો પિકપ વાન તથા મારૂતી સુઝુકી સુપર કેરીય વાન તથા મહીન્દ્રા XXX 500 ફોર વ્હીલ ગાડી ના ચાલક

Most Popular

To Top