SURAT

સુરતના સેન્ટ્રલ ઝોન તેમજ કતારગામ ઝોનના આ વિસ્તારોમાં બે દિવસ પાણી કાપ

સુરત: (Surat) ચોકબજાર નજીક મેટ્રો પ્રોજેકટની (Metro Project) કામગીરીમાં નડતર રૂપ લાઇનો સીફટ થઇ ચુકી છે તે નવી લાઇનના જોડાણ તેમજ રાજશ્રી જળવિતરણ મથક ખાતે સગરામપુરા ઓવરહેડ ટાંકી માટેના વાલ્વની કામગીરી કરવાની હોવાથી આગામી 22 અને 23મી ડીસેમ્બરના રોજ સેન્ટ્રલ ઝોનના (Central Zone) અમુક વિસ્તારો તેમજ કતારગામ ઝોનના અમુક વિસ્તારોમાં પાણી કાપ (Water Cut) રાખવાની જાહેરાત સુરત મનપા દ્વારા કરવામાં આવી છે. જેથી લોકોને આગોતરૂ આયોજન કરી પાણીનો સંગ્રહ કરી લેવા અપીલ કરાઇ છે.

  • 22 અને 23 ડીસેમ્બરના દિવસે સેન્ટ્રલ ઝોન તેમજ કતારગામ ઝોનના ધણા વિસ્તારોમાં પાણી કાપ
  • નવી લાઇનો અને નવી ટાંકીઓના જોડાણનું કામ થવાનું હોવાથી મનપા દ્વારા પાણી કાપની જાહેરાત આગોતરા આયોજનની અપીલ કરાઇ
  • લાઇન જોડાણની કામગીરી ચોક બજાર ચાર રસ્તા તેમજ મિરામ્બીકા એપાર્ટમેન્ટની બાજુમાં હાથ ધરવામાં આવનાર છે

મનપાની યાદીમાં જણાવાયું છે કે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ચોક બજાર મેટ્રો સ્ટેશનની કામગીરીમાં નડતરરૂપ થતી ૪પ૦ મી.મી. વ્યાસની વોટર સપ્લાય લાઇન મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC) દ્વારા શીફટીંગ કરવામાં આવી છે. જેની લાઇન જોડાણની કામગીરી ચોક બજાર ચાર રસ્તા તેમજ મિરામ્બીકા એપાર્ટમેન્ટની બાજુમાં હાથ ધરવામાં આવનાર છે. જેમાં શીફટીંગ થનાર લાઇન પરના જુદી જુદી સાઇજના જોડાણો તેમજ તેના પર વાલ્વ ફીક્ષીંગ કરવાની કામગીરીને કારણે પાણી પુરવઠો બંધ રહેવાનો છે તેથી આ કામગીરીની સાથે સાથે તે દિવસે જ નવસારી બજાર જળવિતરણ મથક રાજશ્રી ખાતે નવી સગરામપુરા ઓવરહેડ ટાંકી ભરવા માટે હયાત ૧૦૧૬ મી.મી.વ્યાસની મેઇન લાઇન પર ૧૦૦૦ મી.મી.વ્યાસનો બટરફલાય વાલ્વ ઇન્સ્ટોલેશનની કામગીરી પણ કરી દેવાય તેવુ આયોજન કરાયુ છે.

આ કામગીરી રર/૧ર/ર૦રર,ગુરૂવાર ના રોજ સવારના ૮:૦૦ કલાકેથી હાથ ધરવામાં આવનાર છે. તેથી 22મી તારીખે સેન્ટ્રલ ઝોનના (ઉત્તર વિભાગ)માં સમાવિષ્ટ દિલ્હીગેટ થી ચોક બજાર રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, શાહપોર-નાણાંવટ વિગેરે સમગ્ર વિસ્તાર, સુમુલ ડેરી રોડ, કતારગામ ઝોનના અલકાપુરી, ગોટાલાવાડી તથા તેની આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે ૬:રપ થી ૧૧:૦૦ દરમ્યાન અપાતો પાણી પુરવઠો તેમજ સેન્ટ્રલ ઝોનના (દક્ષિણ વિભાગ) બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા વિગેરે સમગ્ર વિસ્તારમાં તા.ર૩/૧ર/ર૦રર, શુક્રવારના રોજ સવારનો પઃ૦૦ થી ૮:૦૦ દરમ્યાન અપાતો પાણી પુરવઠો સદંતર બંધ રહેશે તેથી લોકોને જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top