SURAT

સુરત: માસમા GIDCમાંથી 50 લાખથી વધુની કિંમતનો 8000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો

સુરત: ઓલપાડની (Olpad) માસમા જીઆઇડીસીમાંથી (Masma GIDC) શંકાસ્પદ ઘીનો (Ghee) મોટો જથ્થો મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. હની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાંથી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સંયુક્ત દરોડામાં (Raid) આ જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. 50 લાખથી વધુની કિંમતનો 8000 કિલોથી વધુ જથ્થો ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે FSL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને (Food and Drugs Department) જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હાલ શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા છે. પોલીસે જાણવા જોગ ફરિયાદ પણ દાખલ કરી છે. એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવામાં આવશે. પોલીસે ઘી ક્યાંથી આવ્યું અને ગોડાઉન મલિકની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top