SURAT

સુરતના ગાંધીસ્મૃતિ ભવનની નવી 3D ડિઝાઈન જાહેર, કરોડોના ખર્ચે હેરિટેજ લૂક અપાશે

સુરત: (Surat) શહેરની કલા અને સંસ્કૃતિનું સાક્ષી એવું ગાંધીસ્મૃતિ ભવન (Gandhi Smurti Bhavan) નવું બનાવવાનો નિર્ણય કરાયો છે. જે માટે કુલ રૂા. 46 કરોડના અંદાજને જાહેર બાંધકામ સમિતિમાં મંજૂરી આપવામાં આવી છે. ગાંધીસ્મૃતિ ભવનની ડિઝાઈન (Design) કેવી હશે કે કેવી હોવી જોઈએ તે માટે સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે. નવું ઓડિટોરિયમ (Auditorium) કેવું હોવું જોઈએ તેની જાણ ખાસ કલાકારોને વધુ હોય, કલાકારોને પણ આ સલાહકાર સમિતિમાં સમાવાયા છે.

  • 46 કરોડના ખર્ચે નવું ગાંધીસ્મૃતિ ભવન બનશે : ભવનને હેરીટેજ લુક અપાશે
  • જાહેર બાંધકામ સમિતિમાં ગાંધી સ્મૃતિ ભવન માટેના ખર્ચ અંદાજ મંજૂર કરાયા
  • 2 કરોડની ઓડિયો સિસ્ટમ, 1.48 કરોડની સ્ટેજ લાઈટ અને સ્ટેજ કરટેઈન હશે

ગુજરાતી (Gujarati) રંગમંચના સુપરસ્ટાર (Super Star) સંજય ગોરડિયા (Sanjay Goradiya) અને સિદ્ધાર્થ રાંદેરિયા (Sidharth Randeriya), યજદી કરંજિયા (Yazdi Karanjiya) સહિતના મોટા કલાકારો અને સંગીતકારો, નિર્માતાઓ, ડાયરેક્ટરો વગેરે મળીને કુલ 24 સભ્યોનો સમાવેશ કરાયો છે. જેઓના અભિપ્રાય લઈ ગાંધીસ્મૃતિ ઓડિટોરીયમના નવા ભવનની ડિઝાઈન બનાવાઈ છે. ગાંધીસ્મૃતિ ઓડિટોરીયમને હેરીટેજ (Heritage) લુક આપવાની સાથે સાથે ગ્રીન બિલ્ડીંગ (Green Building) તરીકે ડેવલપ કરવામાં આવશે. ગાંધીસ્મૃતિ ભવનમાં નવી ખુરશીઓ, રૂફ રિપેરિંગ, સ્ટ્રક્ચર રિપેરિંગ, ઇન્ટિરિયર વર્ક, ફિનિશિંગ વર્કની સાથે લાઈટિંગ વ્યવસ્થા, સાઉન્ડ, ઓડિયો સિસ્ટમ અદ્યતન કરવા માટે મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાનપુરા ખાતે આવેલા 800 સીટોની કેપેસિટી ધરાવતું ગાંધીસ્મૃતિ ભવનનું 1947 માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છ વર્ષનાï કન્સ્ટ્રક્શન બાદ 1980 માં ગાંધીસ્મૃતિ ભવનનું ઉદ્દઘાટન કરાયું હતું. 2010 માં તેનું એકવાર રિનોવેશન થઈ ચૂક્યું છે. હવે રિનોવેશનમાં ખર્ચ કરવાને બદલે ભવનને લેટેસ્ટ અને અદ્યતન સાધન સામગ્રી સાથે નવું બનાવાશે. જે માટે કુલ રૂા. 46 કરોડના અંદાજને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 20 કરોડના ખર્ચે સિવિલ વર્ક, 5.58 કરોડના ખર્ચે ઈન્ટીરીયર અને 2 કરોડની ઓ઼ડિયો સિસ્ટમ, 1.48 કરોડની સ્ટેજ લાઈટ અને સ્ટેજ કરટેઈન હશે. તેમજ આવતા અઠવાડિયે પદાધિકારીઓ તેમજ જાહેર બાંધકામ સમિતિના સભ્યો નવા ગાંધીસ્મૃતિ ભવનની ડિઝાઈન માટેનું પ્રેઝન્ટેશન જોશે અને જરૂર જણાય તો ભવનની ડિઝાઈનમાં ફેરફાર કરાશે.

Most Popular

To Top