SURAT

સુરતના 14 જુગારી કામરેજ સેવણીના ફાર્મ હાઉસમાંથી જુગાર રમતાં રંગેહાથ ઝડપાયા

પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબીએ (LCB) કામરેજ તાલુકાના સેવણીથી વિહાણ જતાં રોડ ઉપર આવેલ સ્ટેવીલા ફાર્મ હાઉસમાં સુરત શહેરના કેટલાક માણસો પૈસા વડે હારજીતનો જુગાર (Gambling) રમતાં હોવાની બાતમી આધારે રેડ પાડી, 14 વ્યક્તિને જુગાર રમતા ઝડપી પાડયાં હતાં અને રોકકડ મોટરસાઇકલ કાર સાથે કુલ રૂ. 8.25 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લા એલ.સી.બી.ના અ.હે.કો વિક્રમભાઈ સગરામભાઈ તથા આ.હે.કો રાજેશભાઈ બળદેવભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે સેવણી ગામની હદમાં આવેલ સ્ટેવીલા ફાર્મ હાઉસમાં નિકુંજભાઇ, જેના પુરા નામઠામની ખબર નથી, તેમના ભાડાનાં મકાન નં. ૧૮માં, સેવણીથી વિહાણ જતાં રોડ ઉપર જુનેદ બિલાલ કુરેશી નામનો ઇસમ આ મકાન ભાડેથી રાખી બહારથી માણસો બોલાવી તેઓ સાથે પૈસા વડે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી-રમાડી રહેલ છે. આ બાતમીના આધારે એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી.

દરમિયાન સ્થળ ઉપરથી જુગાર રમતા ૧૪ આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતાં અને જુગારના દાવ ઉપરના રોકડા રૂ. ૧૨,૫૦૦ તથા પકડાયેલ આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂ. ૩૭,૧૫૦ તથા ફોરહિલ કાર નંગ-૨ જેની કિ.રૂ. ૨,૫૦,૦૦૦ તથા મો.સા. નંગ-૪ જેની કિ.રૂ. ૨,૫૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૧૫ જેની કિ.રૂ. ૨,૭૫,૫૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૮,૨૫,૧૫૦નો મુદામાલ જપ્ત કરી તમામ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીઓમાં 1. જુનેદ બિલાલ કુરેશી (ઉ.વ.૩૨, રહેવાસી- એ/૪૦૫૪, મોહંમદી પેલેસની બાજુમાં, ચોક બજાર, સુરત), શબીઉલ્લા શાબીરઉલ્લા પઠાણ (ઉ.વ.૨૮, રહેવાસી-૨૫૬૪, દોતીવાલાની પાછળનાનપુરા, સુરત), શહેબાજ ગુલામનબી શેખ (ઉ.વ.૨૬, રહેવાસી, ૨૦૭,હુશેન પેલેસ નાનપુરા, સુરત શહેર), જાવેદખાન ઇકબાલખાન પઠાણ (ઉ.વ.૩૪ રહે.એ-૪૫, શાબરી નગર, બડીમાતા રોડ, ફુલવાડી, સુરત), મુઆવીન જાકીર કુરેશી (ઉ.વ.૨૬, રહેવાસી- ચોકબજાર, ખાટકીવાડ, જૂની સિવીલની પાછળ, સુરત), ફહાદ યુસુફ કુરેશી, (ઉ.વ.૨૮, રહેવાસી- ચોકબજાર, ખાટકીવાડ, જૂની સિવીલની પાછળ, સુરત), ઝદ જહાંગીર કુરેશી (ઉ.વ.૨૭, રહેવાસી- ચોકબજાર, અમર જયોત એપાર્ટમેન્ટ, બીજો માળ, જૂની સિવીલની પાછળ, સુરત), ઉઝેર હનીફ નીલાજી (ઉ.વ.૨૯, રહેવાસી- ચોકબજાર, ખાટકીવાડ, ઘર નં.૪૦૬૭, જૂની સિવીલની પાછળ, સુરત), સીરાજ મહંમદફારૂક શેખ (ઉ.વ.૩૧, રહેવાસી- નાનપુરા મારકેટ, દર્ગા મસ્જીદની પાછળ, ઘર નં.૨૬૩૯, સુરત), મહંમદઆઝમ મહંમદશફી બસમતવાલા (ઉ.વ.૩૩, રહેવાસી- અમન સોસાયટી, ઘર નં.૧૦, ઉધના), ઉવેશ ઇકબાલ કુરેશી (ઉ.વ.૨૯, રહેવાસી- ચોકબજાર, ખાટકીવાડ, જૂની સિવીલની પાછળ, સુરત), તાહીન ઇકબાલ કુરેશી, (ઉ.વ.૩૧, રહેવાસી- ચોકબજાર, ખાટકીવાડ, જૂની સિવીલની પાછળ, સુરત), નીશારમિરઝા કબેગ મિરઝા (ઉ.વ.૩૦, રહેવાસી- ઉન પાટીયા, દિલદાર સોસાયટી, એ-૭૩, સુરત), મોહંમદ માવીયા મેહમુદ કુરેશી (ઉ.વ.૧૯, રહેવાસી, ૧/૪૦૬૯, ખાટકીવાડ, જૂની સિવીલ પાછળ, સુરત)નો સમાવેશ થાય છે. જ્યારે મકાનનાં કબ્જેદાર નિકુંજભાઇ જેના પુરા નામઠામ જણાઈ આવેલ નથી, તેમને વોન્ટેડ જાહેર કરાયાં છે.

Most Popular

To Top