SURAT

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ થી મતદાનની પ્રક્રિયા શરૂ

સુરત: (Surat) સુરત મહાનગરાપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીમાં (Election) ફરજ બજાવતા અલગ અલગ સરકારી કર્મચારીઓ માટે વીસ હજાર કરતા વધારે પોષ્ટલ બેલેટ મોકલવાનો આરંભ કરાયો છે. જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી મળેલી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીંગ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ વગેરે મતદાનના દિવસે અલગ-અલગ ફરજ બજાવવાના હોવાથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ થી વંચિત ન રહી જાય એ માટે તેઓ તેઓ તેમના રહેઠાણના વોર્ડમાં મતદાન કરી શકે એ માટે પોસ્ટલ (Postal) બેલેટ તેમના સુધી રવાના કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ અંદાજે ૨૦,૦૦૦ જેટલા પોસ્ટલ બેલેટ તથા રિટર્ન કવર ચૂંટણીલક્ષી કામગીરી ની ફરજમાં રોકાનાર કર્મચારીઓને મોકલવામાં આવ્યા છે. આગામી મતદાન પૂર્ણ થાય એ પહેલા પોસ્ટલ બેલેટ તેમણે નિર્ધારિત રિટર્નિંગ ઓફિસર સુધી પહોંચતા કરવાના રહેશે. સામાન્ય શિરસ્તો જોઇઅ તો મતગણતરીની પ્રક્રિયા માં સૌથી પહેલા પોસ્ટલ બેલેટ થી થયેલા મતદાનના મતોની ગણતરી કરવામાં આવતી હોય છે.

બીજી તરફ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી રવિવારે હોવાથી કર્મચારીઓ મત આપવા જઈ શકે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલી જે સંસ્થાઓને ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-2019 હેઠળની છે, તે તમામ સંસ્થાઓના માલિકોએ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને મતદાન કરવા જઈ શકે તે માટે વારાફરતી અનુકુળતાએ રજા મળી રહે તેવો પ્રબંધ કરવા માટે મનપા દ્વારા તમામ સંસ્થાઓને આદેશ આપવામાં આવ્યો છે.

નગરપાલિકાની ચૂંટણી મતગણતરી કેન્દ્રો

સુરત:બુધવાર: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આગામી તા.૨૮ ફેબ્રુ.ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક દરમિયાન તરસાડી, બારડોલી, કડોદરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. બારડોલી નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક, કડોદરા નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮, માંડવી નગરપાલિકાની ૬ વોર્ડની ૨૪ અને તરસાડી નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકો એમ કુલ ૧૧૬ બેઠકો માટે મતગણતરી કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં તરસાડી નગરપાલિકા માટે શિશુવિહાર આદર્શ કેળવણી મંડળ-કોસંબા, બારડોલી નગરપાલિકા માટે બી.એ.બી.એસ. હાઇસ્કૂલ, પ્રાર્થના ખંડ, બારડોલી, કડોદરા નગરપાલિકા માટે શ્રીસ્વામિનારાયણ વિશ્વવિદ્યાપીઠ સંકુલનું ગ્રાઉન્ડ, કડોદરા, બીજો માળ, રૂમ નં.૩૫. તેમજ માંડવી નગરપાલિકા માટે ધી માંડવી હાઇસ્કૂલ, માંડવી, હીરાચંદ ભવનનો ઉત્તર તરફના રૂમમાં મતગણતરી થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top