SURAT

સુરત: ઊંચા નફાની લાલચ આપીને હીરા ખરીદ્યા બાદ દંપતી ફરાર થઇ ગયું, વેપારી દોડતો થઇ ગયો

સુરત : સુરતના (Surat) સરથાણા (Sarthana) વિસ્તારમાં ડાયમંડ કંપની (Diamond Company) ધરાવતા હીરાના વેપારી સાથે છેતરપિંડી થઈ છે. એક દંપતીએ પોતે મોટા ઉદ્યોગપતિ હોવાની મોટી મોટી વાતો કરી ઊંચા નફાની લાલચ આપીને 3.16 ના હીરા ખરીદ્યા બાદ ફરાર થઇ ગયા હતા. જે અંગે પોલીસમાં (Police) ફરિયાદ (Complaint) નોંધાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના ખાંભાï તાલુકાના કોટડા ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા સાંસ્કુત રેસીડેન્સીમાં રહેતા બ્રિજેશ મનસુખભાઈ વેકરીયા (ઉ.વ.૨૭) હીરા લે-વેચનો ધંધો કરે છે. બ્રિજેશભાઈનો સન ૨૦૨૧માં હીરા લે વેચનો ધંધો કરતા તેમના મિત્ર બીપીન પારેખીયા મારફતે દેવેન્દ્રસિંધ મદન બોરા સાથે મુલાકાત થઇ હતી.

દેવેન્દ્રસિંઘએ પોતે ચાઇનામાં હીરાનો વેપાર કરતા હોવાનું જણાવ્યું હતું અને સાથે બ્રિજેશભાઇને કહ્યું કે, જો તેઓ હીરાનો વેપાર કરશે તો સારો નફો મળશે અને તેનું પેમેન્ટ 60 દિવસમાં મળશે. દેવેન્દ્રસિઘ પોતાની પત્ની સાથે ઓએસબીસી ઇન્ફોટેક પ્રા.લિ. નામની કંપની ધરાવતા હોવાનું કહીને સને-2021માં રૂા.3.16 કરોડની કિંમતના 1335 કેરેટ હીરાનો માલ ઉધારીમાં ખરીદ્યો હતો. આ હીરા દેવેન્દ્રને ચાઇના ખાતે મળી ગયા બાદ બ્રિજેશભાઇને જાણ પણ કરી હતી. બ્રિજેશભાઈએ પાકતી મુદ્દતે રૂપિયાની ઉઘરાણી કરતા શરૂઆતમાં આ બોરા દંપતિએ યોગ્ય જવાબ આપ્યો ન હતો અને બાદમાં બ્રિજેશભાઇના ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. બ્રિજેશભાઇએ દેવેન્દ્રભાઇના વેસુના ઘરે જઇને તપાસ કરતા તેઓ ફ્લેટ ખાલી કરીને બીજે જતા રહ્યા હતા. વધુ નફાની લાલચ આપીને પોતાની સાથે ઠગાઇ થઇ હોય બ્રિજેશભાઇએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વડોદ ગામમાં પરિવાર સૂતો રહ્યો અને તસ્કરો 1.90 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા
સુરત: પાંડેસરા પોલીસ હદમાં આવેલા વડોદ ગામમાં અગાસીના દાદર વાટે ઘરમાં ઘૂસેલા તસ્કરો પરિવાર સૂતો હતો ત્યારે મકાનમાંથી 1.90 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વડોદ ગામમાં આવેલી શિવ રેસિડેન્સીમાં રહેતો 22 વર્ષીય સૂરજસિંગ ઉદયસિંગ સિંગ મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. સૂરજસિંગ ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ અગાઉ તેના કાકાનું અવસાન થયું હોવાના કારણે તેના માતા-પિતા વતન ગયાં હતાં. દરમિયાન ગત તા.26 જુલાઈએ તે ઘરમાં સૂતેલો હતો, ત્યારે અગાસીના દાદર વાટે તસ્કર ઘરમાં આવ્યા હતા. બાદ સૂરજસિંગનાં માતાપિતાના માસ્ટર બેડરૂમમાં મૂકેલા લાકડાના કબાટમાંથી ચોર સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઇન, કાનમાં પહેરવાના ઝૂમખા અને એક મોબાઇલ મળી કુલ રૂપિયા 1.90 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top