SURAT

એકાએક એવું શું થયું કે ભરઉનાળે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવું પડ્યું…

સુરત: (Surat) ઉનાળાની (Summer) શરૂઆત થતાં જ એક તરફ સુરતમાં પાણીની માંગ વધે છે તો બીજી તરફ વિયર કમ કોઝવેમાં (Cause Way) પાણીની સપાટી ઘટવાને કારણે પાણીની ગુણવત્તા બગડે છે. હાલમાં પણ પાણીની ગુણવત્તા બગડી રહી હોવાથી મનપા દ્વારા સિંચાઈ વિભાગને ઉકાઈમાંથી (Ukai Dam) પાણી છોડવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. આ પક્ષના અનુસંધાને બુધવારે ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • કોઝવેનું લેવલ ઘટતાં પીવાના પાણીની ગુણવત્તા બગડી રહી હોવાથી ઉકાઈમાંથી 1100 ક્યુસેક પાણી છોડાશે
  • કોઝવેની સપાટી 5 મીટરથી નીચી ઉતરીને 4.70 મીટર પર પહોંચી જતાં મનપાએ પાણી છોડવા માટે પત્ર લખ્યો હતો

ઉનાળામાં ગરમીને પાણી સુકાઈ જતું હોવાની સાથે તાપી નદીમાં જીવાતો તેમજ લીલની સંખ્યા વધી જાય છે. જેની સીધી અસર પાણીની ગુણવત્તા પર થાય છે. સુરત શહેરના લોકા માટે વિયરમાંથી રોજ 1300 એમએલડી કરતા પણ વધુ પાણી લેવામાં આવે છે. જેને શુદ્ધ કરીને લોકોને પહોંચાડવામાં આવશે. જોકે, વિયરની સપાટી 5 મીટરથી નીચી જાય ત્યારે પાણી બગડે છે. હાલમાં પણ કોઝવેની સપાટી 4.70 મીટર નોંધાતા મનપા દ્વારા પાણી છોડવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. ઉકાઈમાંથી 1100 ક્યુસેક પાણી છોડાતા વિયરની સપાટી વધશે. જેને કારણે લોકોને અપાતા પીવાના પાણીની ગુણવત્તામાં પણ વધારો થશે.

ઈ-વ્હીકલ પોલિસી લાવનાર મનપા હવે ખુદ 5 ઈ-કાર ખરીદશે
સુરત: રાજ્યમાં પહેલીવાર ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી અમલમાં લાવનાર સુરત મહાપાલિકા હવે ખુદ પોતાના માટે ઈ-વ્હીકલની ખરીદી કરવા જઈ રહી છે. હાલમાં મનપાના કોમન યૂઝ માટે 5 ઈલેક્ટ્રિક કાર ખરીદવા માટેની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે.

  • મનપા તંત્ર દ્વારા શાસકો સમક્ષ કારની ખરીદી માટે દરખાસ્ત કરાઈ, અન્ય વાહનો પણ ઈલેકટ્રિક કરાશે

મનપા દ્વારા આ કારની ખરીદી કર્યા બાદ તેને જ્યાં જરૂરીયાત હશે ત્યાં ઉપયોગમાં લેવામાં આવશે. મનપા દ્વારા હાલમાં શહેરમાં 49 ઈ-બસ દોડાવવામાં આવી રહી છે. તેમજ આવનારા દિવસોમાં વધુ ઈ-બસ દોડાવાશે. ઉપરાંત મનપા દ્વારા કાટમાળ, કચરો ઊંચકવા માટેનાં વાહનો પણ ઈલેક્ટ્રિક જ ખરીદવામાં આવશે. સાથે સાથે મનપાના અધિકારીઓ, શાસકો માટે વપરાતા કોમન વ્હીકલ પણ ઈ-વ્હીકલમાં કન્વર્ટ કરાશે. સુરત મનપાની ઈ-વ્હીકલ પોલિસી અંતર્ગત સુરત શહેરને ભારતભરમાં પ્રથમ ઈ.વી. સ્માર્ટ સિટી બનાવવાનો લક્ષ્ય પણ સિદ્ધ કરવા મનપા દ્વારા આવનારા દિવસોમાં વધુ ને વધુ ઈ-વ્હીકલની ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Most Popular

To Top