SURAT

સુરતમાં ચાલકે કાબૂ ગુમાવતા કાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ધુસી ગઈ, CCTVમાં ઘટના કેદ થઈ

સુરત: (Surat) સુરતના ઉમરા વિસ્તારમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. કાર ચાલકે (Car Driver) સ્ટીયરિંગ (Steering) પરથી કાબૂ ગુમાવતા કાર એક કોમ્પ્લેક્સના પાર્કિંગમાં (Parking) ઘુસી ગઈ હતી. કારમાં 5 લોકો સવાર હતા. જોકે ઘટનામાં કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. કારમાં આગળ અને પાછળ પરિવારના સભ્યો બેઠેલા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

  • સુરતના ઉમરામાં એક કાર કોમ્પલેક્સના પાર્કિંગમાં ધડાકાભેર ઘુસી ગઈ
  • એર બેગ ખુલી જતા કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો
  • ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા

સુરતના ઉમરા વિસ્તારમા લાલ બંગલોની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર બેકાબૂ બની ઘુસી ગઈ હતી. કારમાં 5 લોકો સવાર હતા. કોમ્પ્લેક્સના સીસીટીવીમાં ઘટના કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે કાર અચાનક જ બિલ્ડીંગના પાર્કિંગમાં ઘૂસીને દીવાલ સાથે અથડાઈ જાય છે. જોકે ખરેખર આ ઘટના કઈ રીતે બની તેની હજી કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. પ્રથમ દૃષ્ટીએ ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધું હોય તેવું દેખાઈ રહ્યું છે.

ઘટના દરમ્યાન સમયસર એરબેગ ખુલી જતાં સદનસીબે કારમાં સવાર 5 લોકોનો બચાવ થયો હતો. જોકે ધડાકાભેર કાર અથડાતા કારમાં મોટું નુકસાન થવા પામ્યું હતું. કોમ્પલેક્ષના પાર્કિંગમાં ઘુસ્યા બાદ અન્ય વસ્તુઓ સાથે અથડાયા બાદ કાર વૃક્ષના કુંડામાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ઘટનાને કારણે કારના આગળના ભાગને નુકસાન થયું હતું. એટલું જ નહીં કોમ્પ્લેક્સના પાર્કિંગના ભાગમાં પણ નુકસાન થયું હતું.

Most Popular

To Top