SURAT

ખોલવડના તાપી બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે વરાછાના બાઇકચાલકનું મોત

કામરેજ: (Kamrej) અજાણ્યા વાહનની અટફેટે સુરતના (Surat) વરાછાના યુવકનું મોત થયું હતું. ખોલવડમાં તાપી નદીનાં (Tapi River) પુલ પર આ ઘટના બની હતી. બાઈક ચાલકને સારવાર માટે દીનબંધ હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર તબીબોએ (Doctors) તેને મૃત જાહેર કર્યો હતો.

  • ખોલવડના તાપી બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે વરાછાના બાઇકચાલકનું મોત
  • કાકા મુકેશભાઈની તબિયત સારી ન હોવાથી તેમની ઓફિસે ગયો હતો
  • બાઈક ચાલકને સારવાર માટે દીનબંધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
  • ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો

મૂળ ભાવનગરના પાલીતાણાના કંજરડા ગામના વતની અને હાલ મકાન નં.બી-1204 રોયલ રેસિડન્સી, મોટા વરાછા ખાતે રહેતો આદિત્ય પ્રકાશ મોણપરા (ઉં.વ.22) બુધવારે કાકા મુકેશભાઈની તબિયત સારી ન હોવાથી કાકાની માંગરોળના પીપોદરા ખાતે આવેલી એસ.બી.એન્ટરપ્રાઈઝની રેતી કાર્ટિંગની ઓફિસે પોતાની બાઈક હોન્ડા સાઈન નં.(જીજે 05 એસયુ 7671) લઈને સવારે ગયો હતો. રાત્રે બાઈક લઈને પરત ઘરે ફરતાં 8.30 કલાકે કામરેજના ખોલવડ ગામની હદમાં તાપી નદીના પુલ પર અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લેતાં શરીરે ઈજા થતાં સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચીવલમાં બાઈક સ્લીપ થઈ ઝાડ સાથે અથડાતા તરુણનું મોત નીપજ્યું
પારડી: પારડી જિલ્લામાં આવેલા ચીવલ ગામમાં બાઈક સ્લીપ થઈ ઝાડ સાથે અથડાતાં તરુણનું મોત નીપજ્યું હતું. કપરાડા તાલુકાના મોટી વહિયાળ ગામનો 17 વર્ષીય અંકુશ સુખલાભાઈ પાહુ અને તેમના બે મિત્રો ઈરફાન લલન પટારા અને આશિષ સુરેશ ભાવર સાથે બાઈક લઈને ચીકન ખરીદી કરવા માટે અરનાલા આવ્યા બાદ પરત ફરી રહયા હતાં. ત્યારે ચીવલ ગામના ડુંગરી ફળિયાના નટુભાઈના ઘર નજીક બાઈકની સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા તેમની બાઈક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બાઈક હંકારી રહેલા અંકુશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજયું હતું. જયારે તેમના મિત્રને ઈજા પહોંચતા સારવાર માટે ધરમપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ અંકુશના મોટા ભાઈ અનિલે પારડી પોલીસ મથકમાં કરતા આગળની કાર્યવાહી ચાલી રહી છે.

Most Popular

To Top