Gujarat

કુંવરબાઇનું મામેરું યોજનાનો 7143 નાગરિકોને લાભ મળ્યો

ગાંધીનગર: વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા કુંવરબાઈનુ મામેરુ (Kuvarbainu Mameru) યોજના અંતર્ગત અમદાવાદ, ગીર સોમનાથ અને આણંદ જિલ્લામાં મંજૂર કરાયેલી અરજીઓ તથા ચુકવવામાં આવેલી સહાય અંગે પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, આ ત્રણેય જિલ્લામાં રૂ. ૮૩૨.૯૮ લાખની સહાય ચૂકવાઈ છે. જેમાં ૭૧૪૩ નાગરિકોને લાભાન્વિત કરાયા છે. અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં કુલ ૨૦૯૮ અરજીઓ મંજૂર કરી રૂ. ૨૪૩.૫૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ૩૭૬૦ અરજીઓ મંજુર કરી રૂ. ૪૩૯.૯૦ લાખની સહાય ચૂકવાઈ છે જ્યારે આણંદ જિલ્લામાં ૧૨૮૫ અરજીઓ મંજૂર કરી રૂ. ૧૪૯.૫૮ લાખની સહાય ચૂકવાઈ છે. તા. ૨-૦૫-૧૯૯૫માં ૫૦૦૦ સહાય ચૂકવાતી હતી જેમાં ૧૩-૪-૨૦૧૨થી વધારો કરીને ૧૦,૦૦૦ કરવામાં આવી હતી અને તા. ૧-૦૪-૨૦૨૧થી ચુકવાતી રકમમાં વધારો કરીને તેમાં ૧૨ હજાર કરવામાં આવી છે.

Most Popular

To Top