જો એરપોર્ટ રનવેનું વિસ્તરણ થશે તો સુરતમાં નવા બાંધકામોને આટલા મીટરની ઊંચાઈ પણ નહીં મળે

સુરત: (Surat) રાજ્ય સરકારે (Government) ખુડાની ડ્રાફ્ટ ડીપીમાં ખેડૂતો, બિલ્ડરો અને ડેવલોપર્સની જમીન સંપાદનમાં લેવાને બદલે ટીપીની 60/40ની કપાતમાં લઇ 40 ટકા કપાતની એરપોર્ટની નજીકની જમીનો એરપોર્ટના રનવે સહિતના વિસ્તરણમાં ભેળવી દેવાની દરખાસ્ત સરકારે સ્વીકારી લેતા 851.49 હેક્ટર જમીન એરપોર્ટને મળી શકે છે. એરપોર્ટ ઓથોરીટીએ (Airport Authority) પોકેટ-એ અને બીમાં આવતી 08.15 હેકટર અને 31.00 હેક્ટર મળી 39.15 હેક્ટર જમીનની તાત્કાલિક માગ કરી છે. હવે ખુડાના ડીપી માટે વાંધા સૂચનો હિતધારીઓ પાસે મંગાવવામાં આવશે.

  • પેરેલલ રનવેની સાથે હાલના રનવેનું વિસ્તરણ થશે તો સુરતમાં નવા બાંધકામોને 70 મીટરની ઊંચાઈ નહીં મળે
  • એરપોર્ટને નવી જમીન 3810 મીટરના પેરેલલ રનવે માટે અપાશે તો નડતરરૂપ બિલ્ડીંગ માટે નવો ઓએલએસ સર્વે કરાશે

ડ્રાફ્ટ ડીપીમાં 851.49 હેક્ટર જમીન એરપોર્ટના પેરેલલ રનવે અને વિસ્તરણ માટે નાખવાથી નવા બાંધકામોને 70 મીટરની ઊંચાઈ નહીં મળે. એરપોર્ટને નવી જમીન 3810 મીટરના પેરેલલ રનવે માટે અપાશે તો નડતરરૂપ બિલ્ડીંગ માટે નવો ઓએલએસ સર્વે કરાશે. જાણકારો કહે છે કે જમીન વર્તમાન રનવે અને સમાંતર રનવે વચ્ચે જમીનનું અંતર ખૂબ મોટું રહેશે. તથા બંને રનવેની લંબાઈ 3810 મીટર ગણી નવા બાંધકામને ઊંચાઈની મંજૂરી અપાશે. સમાંતર રનવે માટે વચ્ચે દોઢ કિલોમીટરની જગ્યા રાખવાની દરખાસ્તથી મોટી જમીન સરકાર ગુમાવશે. .

  • જો જમીન એરપોર્ટ માટે અનામત થશે તો આ પ્રશ્નો ઉભા થશે
    ઊંચાઈના અવરોધોનું એક પેન્ડોરા બોક્સ ચારેય દિશામાં ખુલશે. એકવાર 3810 મીટર લંબાઈવાળા બંને રનવે માટે નવો OLS 2022 સર્વેક્ષણ કરવામાં આવશે.
  • સુરત શહેરની આકાશ મર્યાદાઓ સંપૂર્ણપણે અવરોધિત કરવામાં આવશે અને CS/IHS/OHS ની અંદર કોઈ ગગનચુંબી ઇમારતો 109 મીટર સુધી બનશે નહીં. તમામ મોટાભાગની 10 કિમી ત્રિજ્યાની જમીનો નવી ફનલમાં આવી જશે.
  • સુરતને સમાંતર રનવેની જરૂર કેમ છે? શું હાલના રનવેનો મુંબઈની જેમ સંપૂર્ણ ઉપયોગ થાય છે જ્યાં એક કલાકમાં એક રનવે 45-47 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે! આગામી 20-30 વર્ષમાં સુરતનો સંભવિત ટ્રાફિક કેટલો હશે?
  • એરપોર્ટ ઓથોરિટીએ 5 પોકેટમાં 851 હેક્ટર જમીનની માગ કરી હતી
  • પોકેટ-એ. -08.15 હેક્ટર
  • પોકેટ-બી- 31:00 હેક્ટર
  • પોકેટ-સી- 585..84 હેક્ટર
  • પોકેટ-ડી- 254.6 હેક્ટર
  • પોકેટ-ડી-11.05 હેક્ટર
  • કુલ-851.49 હેક્ટર.

Most Popular

To Top